બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / two boys love at first sight in delhi agreement abroad and then came the twist unique love story

ના હોય! / પહેલી જ નજરમાં બે યુવકો વચ્ચે પાંગર્યો પ્રેમ, વિદેશમાં દેશી રિત-રિવાજોથી કર્યા લગ્ન અને પછી....

Arohi

Last Updated: 07:24 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બન્ને એક બીજાને ડેટિંગ એપ દ્વારા મળ્યા અને પછી તેમની આ જર્ની નવી દિલ્હીથી શરૂ થઈ.

  • ગે કપલે દેશી અંદાજમાં કર્યા લગ્ન 
  • પોલેન્ડના રહેલાસી પ્રણયે કર્યા દિલ્હીના ગૈરી સાથે લગ્ન 
  • તેમની લવ સ્ટોરી પણ છે અનોખી 

ગે કપલે હાલમાં જ ભારતીય રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા છે. કપલે એક વ્યક્તિ ભારતીય જ્યારે બીજો પોલેન્ડનો રહેવાસી છે. દિલ્હીના ગૌરવ અરોડા ઉર્ફ ગૈરી અને પોલેન્ડના પ્રજેમેક પાવલિકી ઉર્ફ પ્રણય જે હૌઝ ખાસ વિજેલમાં એક બીજાને પહેલી વખત મળ્યા ત્યાર બાદ બન્નેમાં પ્રેમ થઈ ગયો અને હવે એક બીજાના બંધનમાં બંધાઈ ગયા છે. 

બે યુવકોમાં કંઈક આ રીતે થયો પ્રેમ, પછી લગ્ન 
એક ખબર અનુસાર બન્ને એક બીજાને ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા અને પછી તેમની આ જર્ની નવી દિલ્હીથી શરૂ થઈ, જ્યાં તે બન્નેની મુલાકાત થઈ. પ્રણયે કહ્યું, 'હું પોલેન્ડના વારસોનો નિવાસી છું. અહીં ફરતી વખતે મને એક ડેટિંગ એપ પર ગૈરીની પ્રોફાઈલ મળી. હું તરત તેનાથી પ્રભાવિત થઈ ગયો અને મને ખબર હતી કે મને તેને મળવું છે. '

આ રીતે નજીક આવ્યા પ્રણવ-ગૈરી 
ગૈરીએ જણાવ્યું કે, "અમે તરત એક બીજા સાથે જોડાઈ ગયા અને પછી મુલાકાત કરી. થોડા દિવસો સુધી એક સાથે સમય પસાર કર્યો અને પછી એક બીજાના પ્રેમમાં પડી ગયા, જ્યારે પ્રણયનો જવાનો સમય થયો તો તેમણે ગૈરીને ક્રિસમસ માટે પોલેન્ડ આપવવા અને પરિવારને મળવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર બાદ બન્ને હંમેશા માટે એક બીજા સાથે જોડાઈ ગયા."

દેશી અંદાજમાં યુવકોએ કર્યા લગ્ન 
બન્ને એક સાથે રહેવા લાગ્યા અને 4 વર્ષ સુધી પોલેન્ડમાં રહ્યા. પછી તે એમ્સ્ટર્ડમ જતા રહ્યા. પ્રણયે વેલેન્ટાઈન વીક વખતે ગૈરીને પોતાના હોમટાઉન વાર્ષો બાદ જતી વખતે પ્રપોઝ કર્યું. ગૈરીએ જવાબમાં હા કહ્યું, બન્નેએ દેસી અંદાજમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મહેંદીથી લઈને હલ્દી અને શેરવાની પહેરવા સુધી, દરેક તસ્વીરોથી ખબર પડે છે કે બન્ને ખૂબ જ ઉત્સુક છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ