બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / trustee of satarda school in Aravalli demanded a bribe from the candidate

શિક્ષણ પર કલંક / VIDEO: જય શ્રીકૃષ્ણ..તમારા તો દોઢ જ લાખ લેવાના છે, આ છે ગુજરાતની હાલત, પરીક્ષા પાસ કરો અને 5 લાખ પણ આપો

Shyam

Last Updated: 09:03 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી માલપુર તાલુકાના સાતરડા ગામની રાધા કૃષ્ણ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય હસમુખ પટેલ અને ઉમેદવાર શિક્ષિકા પ્રિતિબેનનો ઓડિયો વાયરલ

  • શિક્ષિકાની નોકરી માટે આપવા પડશે રૂપિયા?
  • શું સરકારી નોકરી માટે રૂપિયા જ જરૂરી છે?
  • પરીક્ષા પાસ કર્યા બાદ નોકરી ન મળી શકે?

રાજ્યમાં સરકારી નોકરીમાં સિલેક્ટ થયા બાદ રૂપિયા આપવા પડે છે, અત્યાર સુધી તમે આ વાત લોકોથી માત્ર સાંભળી હતી. ત્યારે હવે આ મામલે એક પુરાવો સામે આવ્યો છે. અરવલ્લીના મોડાસાની શાળામાં એક ઉમેદવાર પાસેથી આચાર્યે મોટી રકમની માગ કરી હતી. માલપુર તાલુકાના સાતરડા ગામની રાધા કૃષ્ણ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય હસમુખ પટેલ અને ઉમેદવાર શિક્ષિકા પ્રિતિબેનનો ઓડિયો વાયરલ થયો છે.

આ ઓડિયોમાં આચાર્યે ઉમેદવાર શિક્ષિકા પાસેથી દોઢ લાખ રૂપિયાની માગ કરી. મળતી માહિતી મુજબ ઈન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવાર શિક્ષિકા પ્રિતિબેન પાસેથી 5 લાખ માગવામાં આવ્યા હતા. શાળાના સંચાલકોએ રૂપિયાની માગ કરતા ગરીબ પરિવારમાંથી આવેલા મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા.  ઈન્ટરવ્યુના થોડા સમય બાદ સ્કૂલના આચાર્ય હસમુખ પટેલે ઉમેદવાર શિક્ષિકાને ફોન કર્યો હતો.  ફોન પર અંતે દોઢ લાખ રૂપિયા આપવા માટે આચાર્યે જણાવ્યું.  ઓડિયો ક્લીપ વાયરલ થતા જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Government school Maalpur bribe અરવલ્લી માલપુર શિક્ષિકા સરકારી શાળા Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ