બ્રેકિંગ ન્યુઝ
VTV / train accident in hyderabad 12 injured
Last Updated: 03:17 PM, 11 November 2019
ADVERTISEMENT
આ અકસ્માત એ સમયે થયો જ્યારે પ્લેટફોર્મ પર રાહ જોઇ રહેલી કોંગુ એક્સપ્રેસની લોકલ ટ્રેને ટક્કર મારી દીધી. સિગ્નલની ભૂલને કારણે આ અકસ્માત થયો. પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવે તો એલર્ટ કરનાર સાઉન્ડ ન વાગી શક્યું. જોકે, રાહતની વાત એ હતી કે ઘટના સમયે બંને ગાડીઓની ઝડપ ખુબ જ ઓછી હતી, જેથી કોઇ મોટી જાનહાની થઇ નથી.
ADVERTISEMENT
Hyderabad: Two trains have collided at Kacheguda Railway Station. Rescue operations underway. #Telangana https://t.co/mQ87UDdGa4 pic.twitter.com/Vmkw2iUTsq
— ANI (@ANI) November 11, 2019
આ અક્સ્માત બાદ ઘટના સ્થળે રેલવે અને સ્થાનીય તંત્રના અધિકારી પહોંચી ગયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હાલ કેટલીક ટ્રેનોને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને ટ્રેકને ખાલી કરવાની કોશિશ કરાઇ રહી છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની સ્થિત હજરત નિજામુદ્દીન રેલવે સ્ટેશન પર 1 નવેમ્બરે પેસેન્જર ઇએમયૂ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું હતું કે શકૂર બસ્તી-હજરત નિજામુદ્દીન ઇએમયૂનો એક કોચ હજરત નિજામુદ્દીન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર પાટા પરથી ઉતર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.