બ્રેકિંગ ન્યુઝ
VTV / today share market update Sensex gives up 57000 Nifty below 17100
Dhruv
Last Updated: 10:40 AM, 27 April 2022
ADVERTISEMENT
અમેરિકી શેરબજારમાં આવેલા ઘટાડાની અસર બુધવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. મંગળવારે લીલા નિશાન સાથે બંધ થયેલા શેરબજારમાં બુધવારે સવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 373 પોઈન્ટના ઘટાડા સાથે 56,983.68 ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 127.45 પોઈન્ટ ઘટીને 17073.35 પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના માત્ર બે શેર જ લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
નૈસ્ડેકમાં 4% ટકાનો ભારે ઘટાડો
બીજી તરફ વિશ્વભરના બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી શેરબજાર ડાઓ જોંસ 800 પોઈન્ટ ઘટીને નીચલા સ્તરે બંધ થયું. નૈસ્ડેકમાં 4 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. 18 મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. ટેસ્લાના શેરમાં પણ 2 ટકાનો ઘટાડો થયો.
જાણો મંગળવારે કેવી રહી બજારની સ્થિતિ?
આ અગાઉ મંગળવારે શેરબજારમાં છેલ્લાં બે સત્રોથી આવેલા ઘટાડાનો અંત આવ્યો હતો. મંગળવારે BSE સેન્સેક્સ લગભગ 777 પોઈન્ટ ઉછળીને 57,356.61 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 246.85 પોઈન્ટના વધારા સાથે 17,200.80 પર બંધ થયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.