આજે અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. આવામાં તેની શેર કરેલી તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જુઓ આ તસવીર
આજે અનુષ્કા શર્માનો જન્મદિવસ
બ્લેક આઉટફીટમાં શેર કરી તસવીર
ભાઈ કર્ણેશે આપી શુભકામનાઓ
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે એટલે કે 1 મે 2022નાં રોજ પોતાનો 34મો જન્મદિવસ માનવી રહી છે. બર્થ ડેનાં એક દિવસ પહેલા તેમણે બ્લેક આઉટફીટમાં પોતાની સ્ટનિંગ તસવીર શેર કરી હતી. દિલચસ્પ વાત એ છે કે અનુષ્કાનાં બર્થ ડે પહેલા 30 એપ્રિલનાં રોજ તેમના પતિ વિરાટ કોહલી, સ્ટેડિયમમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યા હતા. આવામાં અનુષ્કાની આ પોસ્ટ પર લોકોએ તેમને ઘણા સવાલો પૂછ્યા છે.
અનુષ્કાની પોસ્ટ પર યુઝર્સનાં સવાલ
આ તસવીરનાં અનુષ્કા શર્મા બ્લેક વેલવેટ કો ઓર્ડ સેટ પહેરીને કાઉચ પર પોઝ આપતી જોઈ શકાય છે. પિંક કાઉચ અને વ્હાઈટ કુશન પર અનુષ્કાનો આ સ્ટાઈલિશ પોઝ જોવા લાયક છે.
યુઝર્સનાં રિએક્શન
ઘણા લોકોએ અનુષ્કાને સવાલ કર્યા છે કે તેમણે સ્ટેડિયમથી તો આ તસવીરો શેર નથી કરી ને. એક યુઝરે લખ્યું સ્ટેડિયમમાં બેઠા બેઠા. બીજાએ લખ્યું કે 'Post from ground.' એક યુઝરે મજેદાર અંદાજમાં લખ્યું કે ઇનિંગ્સ બ્રેકનો સંપૂર્ણ ઉપયોગ.
ઘણા યુઝર્સે અનુષ્કાનાં લુકનાં વખાણ પણ કર્યા છે તો કોઈએ લખ્યું કે એડવાન્સ હેપી બર્થ ડે ભાભી. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં દસ લાખ કરતા વધારે લાઈક્સ આવી ચુકી છે.
ભાઈ કર્ણેશે આપી આ પ્રકારે શુભકામના
અનુષ્કાના બર્થ ડે પર તેમના ભાઈ કર્ણેશ શર્માએ પણ બહેન સાથેનો થ્રો બેક ફોટો શેર કરી તેને વિષ કર્યું છે. બંને ભાઈ બહેન આ જુના ફોટોમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરીને કર્ણેશે બહેન અનુષ્કાને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેઓ લખે છે કે હંમેશા ખુશ રહો. હવે ફેન્સ વિરાટ કોહલીની પોસ્ટની રાહ જોઈ રહ્યા છે.