ઉંમર વધવાની સાથે અથવા કોઇ કારણથી પુરુષોમાં દાઢી-મૂંછના વાળ સફેદ થવા લાગે છે જે એમની પૂરી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. દાઢી મૂંછને કાળા કરવા ઘણા પ્રકારની કેમિકલ યુક્ત ચીજોનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત એનાથી વધારે સાઇડ ઇફેક્ટ થાય છે અને વાળ વધારે સફેદ થવાનું શરૂ થઇ જાય છે. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલૂ ઉપચારોનો ઉપયોગ કરી શકો છો. આનો ઉપયોગ કરવાથી કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થશે નહીં અને વાળ કાળા જ રહેશે.
નારિયેળ ચેલ અને દહીં
દાઢી મૂંછના વાળ કાળા કરવા માટે નારિયેળ તેલ અને દહીંને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને થોડાક દિવસો સુધી લગાવવાથી વાળ કાળા થવા લાગશે.
જો તમે પણ તમારી દાઢી મૂંછના વાળ નેચરલ રીતથી કાળા કરવા ઇચ્છો છો તો ગાયનું માખણ લગાવો. દરરોજ માખણથી દાઢી મૂંછની માલિશ કરવાથી તમને ફરક જોવા મળશે.
આમળાને પીસીને લોખંડના વાસણમાં રાખો. આખી રાતે એને એમ જ રહેવા દો. સવારે એને દાઢી મૂંછ પર લગાવો. એનાથી વાળ કાળા થશે. તમે ઇચ્છો તો દરરોજ ખાલી પેટ આમળાનો જ્યુસ પી શકો છો. એને પીવાથી થોડાક જ દિવસોમાં તમને ફરક જોવા મળશે.
નારિયેળના તેલમાં કરી પત્તા નાંખીને એક મિશ્રણ બનાવો. પછી આ મિશ્રણથી દાઢી મૂંછ પર મસાજ કરો.
મસૂરની દાળ અને બટાકાના રસને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને દાઢી મૂંછ પર લગાવો. એનાથી તમને થોડાક જ દિવસોમાં અસર જોવા મળશે.