બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 11:16 AM, 21 February 2024
દરેક ગ્રહ એક નક્કી સમયે રાશિ બદલે છે. રાહુ એક ક્રૂર અને છાયા ગ્રહ છે. જો રાહુ કોઈ રાશિમાં અશુભ સ્થિતિમાં હોય તો તે ઘણી સમસ્યાઓનું કારણ બને છે અને જો તે શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. હાલ રાહુ 30 ઓક્ટોબર 2023 થી મીન રાશિમાં બિરાજમાન છે. આ સમયે રાહુનું બળ શૂન્ય હતું અને તે શુભ ફળ આપી શકે તેવી સ્થિતિમાં ન હતો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ વિરુદ્ધ દિશામાં સક્રિય થઈ ગયો છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
ADVERTISEMENT
તુલા રાશિ
હાલ રાહુ, તુલા રાશિના સાતમા ભાવમાં બિરાજમાન છે. આ સ્થિતિ તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. તેમને આર્થિક લાભ થઈ શકે છે. ઘણા સમયથી રોકાયેલા રૂપિયા મળવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે.
ADVERTISEMENT
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે રાહુની આ સ્થિતિ શુભ માનવામાં આવી રહી છે. હાલ મિથુન રાશિના દશમાં ભાવમાં રાહુ બિરાજમાન છે. તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે. નવા કામમાં સફળતા મળી શકે છે. તમારા અટકેલાં કામો થવા લાગશે. જે લોકો નોકરીની શોધમાં છે, તેમને નોકરી મળી શકે છે.
વાંચવા જેવું: ઘરમાં કંગાળીએ લીધો છે ભરડો? આ કારણે લક્ષ્મી દેવી થઈ જાય છે નારાજ, આટલી વસ્તુ ચેક કરી લેજો
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે રાહુની આ સ્થિતિ શુભ માનવામાં આવી રહી છે. આ રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા આવશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે. તમને તમારા પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.