બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 10:35 AM, 21 February 2024
ઘણા લોકોને ઝાડ અને બગીચાનો ખૂબ જ શોખ હોય છે. બગીચો તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પાડે છે. આ સાથે તે તમારા ઘરની સુંદરતા પણ વધારે છે. ઘણીવાર લોકો તેમની જાણ બહાર કોઈ એવા છોડ ઉગાડી દે છે, જે તમારા માટે દુર્ભાગ્યને નિમંત્રણ આપવાનું કામ કરે છે. જાણો, જ્યોતિષના કહ્યા મુજબ આ છોડને ઉગાડવાથી શું થાય છે.
ADVERTISEMENT
આ ઝાડ તમારા ઘરની આસપાસ ન ઉગાડવા જોઈએ
ADVERTISEMENT
મદારનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મદારનું ઝાડ ન લગાવવું જોઈએ. મદારના છોડમાંથી દૂધ નીકળે છે. જે પરિવારના લોકો વચ્ચે નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. ઘરમાં તણાવ વધી જાય છે. કોઈ પણ કારણ વગર ઘરમાં ઝઘડા થવા લાગે છે.
પીપળાનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ઘરમાં પીપળાનું ઝાડ લગાવે છે, તેને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. આમ તો પીપળાનું ઝાડ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરતું પીપળાનાં ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ.
વાંચવા જેવું: આ ત્રણ તારીખોમાં જન્મેલા લોકોને શનિદેવ સાથે હોય છે ગાઢ સંબંધ, જીવનમાં ખૂબ કરે છે કમાણી
આમલીનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની આસપાસ આમલીનું ઝાડ ન લગાવવું જોઈએ. તેનાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. આમલીનું ઝાડ ઘરના વાતાવરણને તણાવ યુક્ત રાખે છે.
કાંટાવાળા ઝાડ ન લગાવવા જોઈએ
ઘરની આસપાસ કાંટાવાળા ઝાડ લગાવવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક રહે છે. ઘરના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ખજૂરનું ઝાડ
ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં ખજૂરનું ઝાડ ન લગાવવું જોઈએ. તે જીવનમાં બાધા ઉત્પન્ન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.