બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / these 5 spices in your kitchen can control blood pressure

ઉપાય / તમારા રસોડામાં રહેલ આ 5 મસાલા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ

Khevna

Last Updated: 04:57 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે. બિનઆરોગ્યપ્રદ આહાર, દિનચર્યા વગેરેનો સમાવેશ થાય છે.

  • હળદર વાઈરસ અથવા બેક્ટેરિયા સામે પણ લડી શકે છે
  • તજ ટાઇપ-ર ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે
  • જીરું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે


ડાયાબિટીસના દર્દીએ તેના રોજિંદા આહારનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં ઘણા પ્રકારના મસાલા અને જડીબુટ્ટીઓનો સમાવેશ કરી શકો છો. તે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ મસાલાઓમાં તજ, હળદર, મેથી, જીરું અને વરિયાળી વગેરેનો સમાવેશ થાય છે. ડાયાબિટીસના દર્દી માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય હોવું ખૂબ જ જરૂરી છે. તમે તમારા આહારમાં કયા મસાલાનો સમાવેશ કરી શકો છો અને તે ડાયાબિટીસના દર્દી માટે શા માટે ફાયદાકારક છે તે જાણો.

હળદર


ભારતમાં સદીઓથી હળદરનો ઉપયોગ તેના ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. હળદરને સુપરફૂડ ગણવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ તેને પોતાના દૈનિક આહારમાં સામેલ કરી શકે છે. તે રોગોને તમારાથી દૂર રાખે છે. તે શરીરમાં પ્રવેશતા કોઈ પણ પ્રકારના વાઈરસ અથવા બેક્ટેરિયા સામે પણ લડી શકે છે, જ્યારે ડાયાબિટીસની વાત આવે છે ત્યારે તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારવા અને બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં સૌથી વધુ અસરકારક છે.

તજ


તજમાં એન્ટિવાઇરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે. એક અભ્યાસ અનુસાર તજ ટાઇપ-ર ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. આ મસાલાને તમે તમારા નિયમિત આહારમાં સામેલ કરી શકો છો. સમયે સમયે તજના પાણીનું સેવન પણ કરી શકો છો.

મેથી


ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. ટાઇપ-ર ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ જ સારું છે. આ માટે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો. બીજા દિવસે તેને ગાળીને આ પાણી પીઓ.

જીરું

આ મસાલાનું દૈનિક સેવન બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. જીરું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટે જીરાના પાણીનું સેવન કરી શકો છો.

વ‌રિયાળી


વરિયાળીમાં જોવા મળતું એનિથોલ નામનું તત્ત્વ શરીરમાં અનેક બળતરા કરનારા એજન્ટને રોકે છે. વરિયાળીના બીજમાં સ્વસ્થ એન્ઝાઇમ હોય છે, જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે વરિયાળીનું સેવન કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ