રાજનીતિ /
અમિત શાહ બોલ્યાં ભાજપમાં પરિવારવાદને સ્થાન નથી, ટ્વિટર પર યુઝરે આખા લિસ્ટ સાથે ફોટો શૅર કરી આપ્યો જવાબ
Team VTV03:10 PM, 21 Dec 20
| Updated: 03:11 PM, 21 Dec 20
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 2 દિવસીય પ્રવાસ પર હતા. જો કે, પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ખૂબ જૂની પાર્ટી છે અને પરિવારવાદ નથી. જો કે, આ નિવેદન બાદ તેમણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.
અમિત શાહ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
પરિવારવાદને લઇને આપ્યું હતું નિવેદન
યૂઝર્સે કહ્યું- જય શાહે કયા આધારે BCCIમાં પહોંચી ગયો છે
શાહે કહ્યું. ભાજપ ખૂબ જ જૂની પાર્ટી છે. તૃણમૂલ કોંગ્રેસમાં સવાલ નેતૃત્વના એપ્રોચનો છે. હું માનું છું કે, દરેકના ભત્રીજા રાજનીતિમાં નથી. ભાજપની સંસ્કૃતિમાં પરિવારવાદ નથી. ભ્રષ્ટાચાર નથી. જો કે, શાહના આ નિવેદન બાદ યૂઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા અન પૂછ્યું કે, તમારો દિકરો જય શાહ ક્યા આધારે BCCIમાં પહોંચી ગયો છે? શું તે દેશનો સારો બેટ્સમેન હતો? તો કેટલાક યૂઝર્સે એવુંપણ કહ્યું કે, અરે ભાઇ શરમ તો કરો, ઘરે જઇને શું મોઢું દેખાડશો.
સોશિયલ મીડિયા પર શાહ થયાં ટ્રોલ
તો એક યૂઝર્સે ભાજપના એ તમામ નેતાની તસ્વીર શેર કરતા લખ્યું કે, આમના પિતા ક્યારેક ઉચા પદ પર હતા. પોસ્ટમાં પૂજમ મહાજન, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ, વિજય ગોયલ, પીયૂસ ગોયલ, વરૂણ ગાંધી, દેવન્દ્ર ફડણવીસ અને પંકજા મૂંડની તસવીરો હતી.
There is no culture of dynastic politics in BJP": Amit Shah, Home Minister at WestBengal
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે ટીએમસી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "મા, માટી, મનુષાના નારા લઇને ચાલી રહેલ ટોલબાજી, તૃષ્ટિકરણ, સરમુખત્યારશાહીમાં અટવાયેલા છે. એક કુટુંબ પક્ષ ટીએમસી બની ગયો છે." બોમ્બ બ્લાસ્ટ, કાર્યકરોની હત્યાના મામલામાં બંગાળ પ્રથમ ક્રમે છે.
બંગાળની 56% શાળાઓમાં શૌચાલયો નથી: શાહ
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે બંગાળના શિક્ષણ ક્ષેત્રની 90% પ્રાથમિક શાળાઓમાં ડેસ્ક નથી. 30% થી વધુ શાળાઓમાં પૂરતા વર્ગખંડો નથી. 10% શાળાઓમાં વીજળીનું જોડાણ નથી. 56% શાળાઓમાં શૌચાલયો નથી શિક્ષણના ક્ષેત્રમાં બંગાળની આ સ્થિતિ છે. તેમણે કહ્યું કે બંગાળમાં માથાદીઠ આવક 1960 માં મહારાષ્ટ્ર કરતા બમણી હતી પરંતુ હવે તે મહારાષ્ટ્રનો અડધો ભાગ પણ નથી. તેના માટે જવાબદાર કોણ છે? તેમણે કહ્યું કે રાજ્યના પાટ ઉદ્યોગને પણ ઘણી અસર થઈ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે હું જાણું છું કે ટીએમસી મારા વતી રજૂ કરેલા ડેટા પર સવાલ કરશે. ટીએમસી આ આંકડાઓ પર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાથે ચર્ચા કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહનો મેગા રોડ શો બોલપુરથી શરૂ થયો છે. આ દરમિયાન, બોલપુરના સ્ટેડિયમ રોડ પર આવેલા હનુમાન મંદિર, બોલપુર સર્કલથી 1 કિ.મીનો રોડ શો યોજ્યો હતો અને આ રોડ શોમાં જયશ્રી રામના નારા લાગ્યા હતા. આ રોડ શો વચ્ચે શાહે એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું.