The video of Sid and Kiara's wedding has gone viral, they kiss in the porch wearing Varmalas
Sidharth Kiara Wedding /
'ચૂપ માહી ચૂપ હૈ રાંજા' વાયરલ થયો સીડ અને કિયારાના લગ્નનો વિડીયો, વરમાળા પહેરાવીને મંડપમાં કરી કિસ
Team VTV01:15 PM, 10 Feb 23
| Updated: 01:42 PM, 10 Feb 23
7 ફેબ્રુઆરીના રોજ લગ્ન બંધનમાં બંધાયેલ સીડ અને કિયારાએ એમના લગ્નનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે જેમાં બંનેએ એક બીજાને વરમાળા પહેરાવીને કિસ કરતાં નજર આવ્યા.
વાયરલ થયો સીડ અને કિયારાના લગ્નનો વિડીયો
વિડીયોમાં બંનેની ફિલ્મ શેરશાહનું ગીત રાંજા વાગી રહ્યું છે
બંનેએ એક બીજાને વરમાળા પહેરાવીને કિસ કરી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ સાત ફેબ્રુઆરીએ રાજસ્થાનના જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની લાંબા સમયથી ચર્ચા હતી. શાહી અંદાજમાં થયેલા આ લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. લગ્ન બાદ કિયારા અને સિદ્ધાર્થે પહેલી વખત તેના લગ્નનો વિડીયો શેર કરીને તેમના ચાહકોને ખુશ કરી દીધા છે.
વાયરલ થયો સીડ અને કિયારાના લગ્નનો વિડીયો
7 ફેબ્રુઆરીના રોજ લગ્ન બંધનમાં બંધાયેલ આ પ્રેમી પંખીડાએ એમના લગ્નનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે અને એ સાથે જ તે વાયરલ થઈ ગયો છે. એ વિડીયોમાં બંનેની ફિલ્મ શેરશાહનું ગીત રાંજા વાગી રહ્યું છે અને કિયારા દુલ્હનના જોડામાં તો સિદ્ધાર્થ શેરવાનીમાં નજર આવઈ રહ્યો છે. સાથે જ બંનેએ એક બીજાને વરમાળા પહેરાવીને કિસ પણ કરી છે.
લગ્નની વિધિઓ
પ્રેમી પંખીડા સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની વિધિઓ સોમવારે સવારે જોરશોરથી શરૂ થઈ હતી. રાજસ્થાની લોકગીતોના અવાજો સૂર્યગઢ પેલેસમાંથી સાંભળવા મળ્યાં હતા.
મહેમાનોને અપાયો દેશી નાસ્તો
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં પહોંચેલા મહેમાનોને ખાસ દેશી નાસ્તો આપવામાં આવ્યો હતો. જુહી ચાવલાએ સિદ્ધાર્થ અને કિયારાનો સૂર્યગઢ પેલેસથી સિદ્ધાર્થ અને કિયારાના નાસ્તાની મજા માણતો ફોટો શેર કર્યો છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં જૂહી ચલવાએ દેશી નાસ્તાની ખૂબ મજા માણી હતી.
ઠાઠથી નીકળી સિદ્ધાર્થની જાન
બેન્ડવાજા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નનો વરઘોડો શાહી અંદાજમાં નીકળ્યો હતો. તેમના લગ્નની તૈયારીઓ પણ જબરદસ્ત હતી. હોટલમાં બપોરે 2 વાગ્યે સમારોહ શરૂ થયો હતો. વરરાજા સિદ્ધાર્થને સાફો બાંધવામાં આવ્યો હતો. વરઘોડામાં વિન્ટેજ ગાડીઓ, ઊંટો અને ઘોડાઓના કાફલાઓ શરૂ થયા. સૂર્યગઢની બાવડી પર લગ્નના મંડપને સજાવવામાં આવ્યો હતો. લગ્ન પંજાબી રીતિ રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્ન માટે બધા જ ખૂબ જ ઉત્સાહિત હતા.
શાહી લગ્નમાં રાજસ્થાની વાનગીઓનું જમણવાર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાહી લગ્નમાં રાજસ્થાની વાનગીઓ પીરસી હતી. દાલ બાટી ચુરમા સાથે મહેમાનોને પંજાબી, થાઇ, ચાઇનીઝ અને કોરિયન ભોજન પીરસવામાં આવ્યું હતું. લગ્નની સાથે જ સિદ્ધાર્થ અને કિયારાએ એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી પણ રાખી છે.
બોલિવુડમાં કોણ રહ્યું હાજર
આ લગ્નમાં બંનેના પરિવાર ઉપરાંત બોલીવૂડના માંધાતાઓએ હાજરી આપી હતી. આ લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, જૂહી ચાવલા ખાસ મહેમાન બન્યા હતા.