The surviving patient was pronounced dead at the same hospital where dogs had previously been seen wandering
સુરત /
બેદરકારીની પણ એક હદ હોય! જીવિત દર્દીને મૃત ઘોષિત કરી દેવાયો, આ જ હોસ્પિટલમાં અગાઉ કુતરા ભટકતા દેખાયા હતા
Team VTV09:20 AM, 14 May 22
| Updated: 10:06 AM, 14 May 22
સુરત સ્મીમેર હોસ્પિટલના ICUના તબીબની બેદરકારી સામે આવી છે. વેન્ટિલેટર સપોર્ટ પર જીવીત દર્દીને તબીબે મરણ ઘોષીત કર્યો, જો કે, 6 કલાક બાદ દર્દીનું મોત થયું હતું.
સુરત સ્મીમેર હોસ્પિટલના ICUના તબીબની બેદરકારી આવી સામે
વેન્ટિલેટર સપોર્ટ જીવીત દર્દીને તબીબે મરણ ઘોષીત કર્યો
સુરત સ્મીમેર હોસ્પિટલના ICUના તબીબની બેદરકારી આવી સામે
સુરત સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં હોસ્પિટલના ICUના તબીબે વેન્ટિલેટર પર સપોર્ટ જીવીત દર્દીને તબીબે મરણ ઘોષિત કર્યો હતો. જે બાદ જીવીત દર્દીની તબીબે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે દર્દી મરણ પામ્યાની વર્ધી લખાવી હતી.
ડોક્ટરની બેદરકારી બદલ તપાસ શરુ કરાઇ
આ અંગે પ્રાપ્ત વિગતો સુરત ખાતે રહેતાં અજિત નામના યુવક પડી જતાં પેટ અને માથા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલના ICU વોર્ડમાં શીફ્ટ કરી સારવાર શરૂ કરાઈ હતી. તે દરમિયાન હોસ્પિટલના ICUના તબીબે વેન્ટિલેટર પર સપોર્ટ જીવીત દર્દીને તબીબે મરણ ઘોષિત કર્યો હતો. જે બાદ જીવીત દર્દીની તબીબે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે દર્દી મરણ પામ્યાની વર્ધી લખાવી હતી. જો કે, 6 કલાક બાદ જીવીત દર્દીનું મોત થયું હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.
આ પહેલા પણ સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરત સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં આવેલ દર્દીઓના વેઈટિંગ એરિયામાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલ તંત્રને જાણે આંખે અંધાપો આવી ગયો હોય તેમ દર્દીઓના વેઈટિંગ એરિયા સુધી શ્વાન આવી ચડયા હોવા છતાં જવાબદારો દ્વારા શ્વાનને અટકાવવાની તસ્દી લેવામાં આવી નથી. હોસ્પિટલમાં શ્વાન આતંક મચાવી દર્દીઓને ફાડી ખાઇ તો જવાબદારી કોની?.