રાજ્ય સરકારે ગુટકા, તમાકુ અને પાન મસાલાના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ 

By : vishal 05:31 PM, 12 September 2018 | Updated : 05:31 PM, 12 September 2018
રાજ્ય સરકારે વ્યસનમુક્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાના પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્ય ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડી તમામ સત્તા મંડળોને અમલ કરવા સૂચના પણ આપી દીધી છે.

સાથે જ સંગ્રહ પર પણ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુન્હો બને છે. 

 
જ્યારે હવે રાજ્યમાં ગુટકા, તમાકુ કે, નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. આ આદેશ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો છે. પરિપત્ર બહાર પાડી તમામ સત્તા મંડળોને અમલ કરવા સૂચના અપાઇ છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story