બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / The son of a Vadodara policeman committed suicide and his body was pulled out of the lake
Kavan
Last Updated: 03:42 PM, 4 August 2021
ADVERTISEMENT
વડોદરામાં પોલીસનો દીકરો ગૂમ થયાનો મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારને આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળી ગયો હતો જે બાદ CCTVમાં દિવાળીપુરા સર્કલ સુધી યુવાન દેખાયો હતો તેમજ નિરજ પુવારની સાયકલ ઉડેરા તળાવ પાસેથી મળી હતી જે બાદ વધુ તપાસ કરતાં આજે મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આત્મહત્યા કરી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
કેમ પોલીસના દીકરાએ કરી આત્મહત્યા?
23 વર્ષની ઉમરનો અને આઇટીઆઇ પાસ નિરજ પુવાર માનસિક તણાવમાં હતો. ઘણા સમયથી તે માનસિક રીતે થાકી ગયો હતો અને જીવનથી કંટાળી ગયો હતો. જે બાદ ઘરે ચિઠ્ઠી મૂકી ગુમ થઈ ગયો હતો. આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે છોડેલા પત્રમાં લખ્યું હતું કે.. "હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું" આટલું લખી ઘરેથી અચાનક બહાર નીકળી માનસિક તણાવ સામે ઝઝૂમી રહેલા નિરજે સાયકલ તળાવ પાસે છોડી દીધી હતી અને તળાવમાં છલાંગ મારી દીધી હતી.
ફાયર ટીમની મદદથી મૃતદેહ બહાર કઢાયો
નિરજ પવારે ઘરેથી નિકળીને ઉંડેરા તળાવના કિનારે ચપ્પલ ઉતારી દીધા હતા અને બાદમાં તળાવમાં કુદકો લગાવ્યો હતો. સમગ્ર ઘટનાની માહિતી પહેલા પોલીસને અપાઈ હતી તેમજ બાદમાં તળાવ કિનારે મળેલા સબૂત અને મળેલી ચિઠ્ઠીથી પાક્કું થયું હતું કે નીરજે તળાવમાં કૂદકો મારી દીધો છે. જે બાદ તત્કાલ ફાયરની ટીમ તળાવ ખાતે પહોંચી હતી. તળાવમાં યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી.વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો ન હતો, જે બાદ આજે મૃતદેહ મળતા પોલીસે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી છે. માનસિક તણાવમાં આવી ગયેલા નિરજે કેમ આપઘાત કર્યો અને તેનું મૂળ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.