બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / The sculptor of Jamnagar made a statue of Ganapati made of spices

અનોખી મૂર્તિ / જામનગરના મૂર્તિકારની કમાલ, મરી મસાલાથી બનાવી 4 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ, કારીગરી જોઈ તમે થઈ જશો અચંબિત

Vishnu

Last Updated: 09:34 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં દગડુશા શેઠ ગણપતિ મહોત્સવની ટીમ છેલ્લા 25 વર્ષથી વિધ્નહર્તાને ઉમળકાભેર વધાવે છે

  • જામનગરના મૂર્તિકારની કમાલ
  • મસાલામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
  • 5 વખત બનાવી ચુક્યા છે વર્લ્ડ રેકોર્ડ
  • આધ્યાત્મની સાથે જીવદયાનો સંદેશ

ગણેશ મહોત્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા મળેલી આંશિક છૂટછાટ સાથે,તહેવારની ઉજવણી કરવાની ભક્તોએ તૈયારી કરી લીધી છે. જામનગરમાં દગડુશા શેઠ ગણપતિ મહોત્સવ છેલ્લા 25 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવે છે. દર વર્ષે પર્યાવરણને બચવવાના સંદેશ સાથે ઈકોફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ આ જ પરંપરાને અનુસરીને રસોડામાં વપરાતા મસાલા દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. મસાલા ઉપરાંત કાપડ, કાગળ, પુઠાનો પણ ઉપયોગ મૂર્તિ બનાવવામાં થયો છે. અને મસાલામાંથી 4 ફૂટ ઊંચી અનોખી મૂર્તિ બનાવી દિધી છે

મૂર્તિમાં શું શું વપરાયું?
10  યુવાનો દ્રારા 25 દિવસ સુધી મહેનત કરવામાં આવી છે. મુર્તિને આક્રર્ષક બનાવવા માટે અને ઈકોફેન્ડલી મુર્તિ બનાવવા માટે મસાલાનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં 3 કિલો જીરૂ, 3.5 કિલો રાય, 5 કિલો ધાણા, 1 કિલો બાદીયા, અડધો કિલો તજ, 1 કિલો લવીંગ, 250 ગ્રામ તમાલપત્રી, 1 કિલો સુકા લાલમરચા, 1 કિલો હળદર, 250 ગ્રામ હીંગ અને 2 કિલો મીઠુ સહીતની સામગ્રીનો ઉપયોગ કરી મૂર્તિકારે કમાલ કરી છે.

5 વખત બનાવી ચુક્યા છે વર્લ્ડ રેકોર્ડ
જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ દરમિયાન અગાઉ અલગ-અલગ 5 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં એઈટ વન્ડર્સ ગ્રુપની ટીમ કામ કરતી હોય છે. 2012માં 145 કિલોગ્રામની ભાખરી બનાવી હતી. 2013માં 11 હજાર 111 લાડુ દ્વારા મૂર્તિ બનાવવામાં આવી . જેનું વજન 874 કિલો 500 ગ્રામ હતું... ત્યાર પછીને વર્ષે એટલે કે વર્ષ 2014માં 51.6 ફૂટની અગરબત્તી, 2015માં 2 હજાર 766 સ્ક્વેર ફૂટની ગણેશજીની પ્રતિમા બનાવેલ હતી. 2017માં સાત ધાનનો ઉપયોગ કરીને 791 કિલો 500 ગ્રામ ખીચડો બનાવીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ