બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / VTV વિશેષ / The Kathodi community of Sabarkantha living a detached life talks about the struggle, in the face of the Collector of Sabarkantha

મહામંથન / જાણો સમાજથી અલિપ્ત જીવન જીવતાં કાથોડી આદિજાતિના સંઘર્ષની વાતો, સાબરકાંઠાના ક્લેક્ટરના મુખે

Dinesh

Last Updated: 10:07 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સાબરકાંઠાના સરકારી તંત્રએ રામને ગમે એવું કામ કર્યું છે, સરકારી સુવિધાઓથી દૂર રહેતા સાબરકાંઠાના કાથોડી સમાજનો મુખ્યધારામાં પ્રવેશ કરાયો છે

  • સાબરકાંઠાના સરકારી તંત્રએ રામને ગમે એવું કામ કર્યું
  • સરકારી સુવિધાઓથી દૂર રહેતા સમાજને મુખ્યધારામાં લાવ્યા
  • સાબરકાંઠાના કાથોડી સમાજનો મુખ્યધારામાં પ્રવેશ કરાયો


સાબરકાંઠાનો વિજયનગર તાલુકો આમ તો વિકાસથી ખૂબ જ ઝંખે છે, વિજયનગરની પોળોમાં કુદરતી સૌંદર્ય પણ ભરપુર છે તે સૌદર્યને માણવા માટે મોટા મોટા શહેરોમાંથી લોકો આવતા હોય છે. જે જંગલમાં સાગ અને સિસમ જેવા જંગલી વૃક્ષો માટે ખૂબ જ પ્રખ્યાત પણ છે. પહેલા અહીં કાથો ચુટવા માટે કાથોડી સમાજને ઈજારો અપાતો હતો. જે કાથો ચુટતા એટલે તે આદિવાસી સમાજને કાથોડી સમાજ એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યાં શિક્ષિણનું મહત્વ પણ નહિવત હતું, ત્યારે થોડા વર્ષો અગાઉ જ આ સમાજમાંથી એક યુવાન પોસ્ટ ગેજ્યુએટ થયો હતો તો પેપરમાં છપાયું હતું. જે સમયમાં વિદેશમાં બાળકને ભણવા મૂકવું જેવી વાત પણ આપણા માટે સામાન્ય હતી. પરંતું કોઈ કારણોસર આ સમાજ સુધી વિકાસ પહોંચી શક્યો ન હતો. ત્યારે આજે  અહીં વિકાસની નવી ગતિને વેગ મળ્યો છે  

વિકાસનો વેગ 
સાબરકાંઠાના સરકારી તંત્રએ રામને ગમે એવું કામ કર્યું છે. આદિવાસીઓનો એવો સમૂહ જેનું જીવન નવાઈ પમાડે એવું બની ગયું છે. સરકારી સુવિધાઓથી દૂર રહેતા સમાજને મુખ્યધારામાં લાવ્યા છે. ભાષા જુદી, પહેરવેશ જુદો ગરવા ગુજરાતીઓ જેવું છે.  સાબરકાંઠાના કાથોડી સમાજનો મુખ્યધારામાં પ્રવેશ કરાયો છે. જંગલમાં રહેતા આખા સમૂહને આંગણે સરકાર પહોંચી છે. આદિવાસીના આંગણે જઈને યોજનાના લાભ આપ્યા છે. વીજળી નોતી હવે આ આદિવાસીઓના ઘર ઝળહળે છે. એક એવો સમાજ જે ગુજરાતના જીવનથી અલિપ્ત હતો. પોતાનું પંચ, પોતાનો ન્યાય તોળતા સમાજનો ગુજરાતમાં સંગમ

કાથોડી આદિવાસી સમૂહ વિશે જાણો
કાથોડી આદિજાતિ આગવું સામાજિક માળખું ધરાવે છે. ગરાસિયા જાતિના લોકજીવનમાં સમાનતા જોવા મળે છે. આદિવાસી સમાજની અનેક પેટા જાતિમાં વહેચણી થઈ છે. કટારા,કોટવાલ,કલાસવા,ખરાડી,નિનામામાં વહેચણી થઈ છે તો ખોખરીયા,જરીયા,બોડાદ,ડામોર, ડોડીયાર,સંગાથ મોરિયા,ફેરા,ભરાડા અને સોન કાથોડીમાં વહેચણી થઈ છે.  આ લોકો પોતાના આનંદ અને દુઃખને લોકગીતમાં રજૂ કરે છે. આગવા મિજાજ સાથે લાગણીઓ, ભાવનાઓ અને સંવેદનાઓને આ લોકો વાચા આપે છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વસવાટ કરે છે. ગુજરાતમાં 12 હજારથી વઘુ કથોડી સમાજની વસ્તી છે. સુરત,ડાંગ,વલસાડ, નર્મદા અને સાબરકાંઠામાં વસવાટ કરે છે. કાથોડીનો પરંપરાગત વ્યવસાય ખેરના લાકડામાંથી કાથો એકત્ર કરવાનો હતો. કાથો બનાવવાના વ્યવસાયને કારણે તેને કાથોડી તરીકે ઓળખ મળી છે

કાથોડી સમાજની પ્રણાલીઓ 
કાથોડી લોકો તેમના ઘરમાં અશુદ્ધ મરાઠી ભાષા બોલે છે જે ઈન્ડો-આર્યન કુળની આ ભાષા છે. અન્ય જૂથો સાથે સંપર્ક વ્યવહારમાં તે ગુજરાતી બોલે છે. કાથોડી લોકોમાં 24 ટકા સાક્ષરતા દર  છે. કાથોડી લોકોમાં કાતકરી, ઢોરકથોડી જેવા ઉપજૂથો છે. વિભિન્ન કુળો-ગોત્રો બબિર્વિવાહી જૂથો પણ કાથોડી સમાજમાં જોવા મળે છે. આહાર માટે બાજરી, જંગલી ફળ અને કંદમૂળનો ઉપયોગ કરે છે. સમાજની મહિલાઓ નાનપણથી છુંદાવે છે છૂંદણા તેમજ મુખ્યત્વે ખેતી કામ અને જંગલી પેદાશથી જીવનનિર્વાહ ચલાવે છે. અમુક લોકો કોલસા પાડવાનો પણ વ્યવસાય કરે છે. કાથોડી લોકો તેમના પરંપરાગત આદિવાસી ધર્મને અનુસરે છે. મોટાભાગના કાથોડી લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો તેમજ હોળી તહેવારનું કાથોડી સામાજમાં અનેરૂ મહત્વ છે. હોળીના તહેવારની પરિવાર સાથે ઉજવણી કરે છે. પુરુષો જ પંચના સભ્યો તરીકેની કામગીરી નિભાવે છે. ન્યાય આપનાર પુરુષોનો 'કાદિરીયા' તરીકે ઓળખાય છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ