બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / The groom's life reached the polling booth and not the bride's party, the BSF jawan said something that would make the heart happy.

ઈલેક્શન 2022 / વરરાજાની જાન કન્યા પક્ષના દ્વારે નહીં પોલિંગ બૂથ પર પહોંચી, BSF જવાને કરી દિલ ખુશ કરી દે તેવી વાત

Vishal Khamar

Last Updated: 03:53 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યની 93 બેઠક પર 3 વાગ્યામાં સુધીમાં 43% મતદાન થવા પામ્યું હતું.

  • થરાદના ડુવા ગામે વરરાજાએ કર્યુ મતદાન
  • BSFમાં ફરજ બજાવતા વરરાજાએ કર્યુ મતદાન
  • ગોધરાની શારદા મંદિર સ્કૂલમાં વરરાજાએ કર્યું મતદાન
  • રાજ્યની 93 બેઠકો પર 3 વાગ્યા સુધી 43 ટકા મતદાન

 આજે રાજ્યની 93 બેઠકો પર બપોરે 3 વાગ્યામાં સુધીમાં 43% મતદાન થવા પામ્યું હતું. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન હજુ ચાલુ છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ડુવા ગામે વરરાજાએ મતદાન કર્યું

આજે લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. થરાદના ડુવા ગામે વરરાજાએ મતદાન કર્યું હતું. ત્યારે BSF માં ફરજ બજાવતા વરરાજા મતદાન કરવા માટે લગ્ન પ્રસંગમાંથી મતદાન કરવા પહેલા પહોચ્યા હતા. વરરાજાએ જણાવ્યું હતું કે હું બોર્ડર પર દેશ સેવા કરૂ છું અને મતદાન કરવું એ પણ દેશ સેવા છે. 

વરરાજાએ મતદાનની ફરજ પૂરી કરી

પંચમહાલના ગોધરામાં વરરાજાએ શારદા મંદિર સ્કુલ ના મતદાન મથક ખાતે મતદાન કરવા પહોચ્યા હતા. આવતીકાલે લગ્ન હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા વરરાજા મતદાન માટેનો સમય કાઢીને પોતાનો કિંમતી મત આપ્યો હતો. ગોધરામાં એક વરરાજાએ મતદાન કરી મતદાનની ફરજ પૂરી કરીને તમામ મતદારોને મતદાન કરવા કરી અપીલ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાડા ગામે લગ્નનાં સાત ફેરા ફરી નવદંપત્તિ મતદાન મથકે પહોંચ્યું હતું, મતદાન કર્યા બાદ વરરાજાએ કહ્યું હતું કે, મતદાન અમારો અધિકાર, મતદાન અવશ્ય કરવું જોઈએ.

રાજ્યની 93 બેઠક પર મતદાન
3 વાગ્યા સુધી રાજ્યમાં 43% મતદાન

સૌથી વધુ છોટાઉદેપુરમાં 47% મતદાન
સૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 38% મતદાન
અમદાવાદ જિલ્લામાં 39% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 47% મતદાન
પાટણ જિલ્લામાં 43% મતદાન
મહેસાણા જિલ્લામાં 45% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 47% મતદાન
અરવલ્લી જિલ્લામાં 46% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 45% મતદાન
આણંદ જિલ્લામાં 46% મતદાન
ખેડા જિલ્લામાં 45% મતદાન
મહિસાગર જિલ્લામાં 38% મતદાન
પંચમહાલ જિલ્લામાં 45% મતદાન
દાહોદ જિલ્લામાં 43% મતદાન
વડોદરા જિલ્લામાં 43% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 47% મતદા

સંકળાયેલા મુદ્દાઓ

BSF Election Groom Panchmahal Tharad gujarat wedding ceremony ગુજરાત ચૂંટણી થરાદ પંચમહાલ બીએસએફ લગ્ન પ્રસંગ વરરાજા Vidhansabha Election 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ