બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The Great Indian Kapil Show kapil sharma react on sunil grover fan

કપિલ શર્મા શો / 'સમગ્ર શો એક તરફ અને તેની...' સુનીલ ગ્રોવરને લઈ કોમેડી કિંગ કપિલ શર્માએ કહી મોટી વાત

Arohi

Last Updated: 03:22 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Great Indian Kapil Show: શોને લઈને દર્શકોમાં એક્સાઈટમેન્ટ ખૂબ જ વધારે છે. કારણ કે 6 વર્ષ બાદ એક વખત ફરીથી કપિલ અને સુનીલ ગ્રોવરની જોડી પડદા પર જોવા મળશે. આ શોને નેટફ્લિક્સ પર બતાવવામાં આવશે.

કોમેડી કિંગ કપિલ શર્મા હાલ The Great Indian Kapil Showને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. કપિલ ટૂંક સમયમાં જ પોતાના શોના ચોથા સીઝનની સાથે એક વખત ફરીથી વાપસી કરી રહ્યો છે. The Great Indian Kapil Showને લઈને સતત નવી અપડેટ્સ સામે આવી રહી છે. આ શોને લઈને દર્શકોમાં પણ ખૂબ જ એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

6 વર્ષ બાદ ફરીથી કપિલ અને સુનીલ ગ્રોવર એક સાથે આ શોમાં જોવા મળશે. આ શોને નેટફ્લિક્સે ખરીદ્યો છે. એવામાં કપિલે કોમેડી શોની હોસ્ટ અર્ચના પુરણ સિંગના ખૂબ જ વખાણ કર્યા છે અને તેમને લકી ચાર્મ ગણાવ્યા છે. સાથે જ કપિલે સુનીલ ગ્રોવરને લઈને પણ રિએક્શન આપ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

અર્ચના છે લકી ચાર્મ 
કોમેડિયન કપિલ શર્મા હાલ The Great Indian Kapil Showના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. તે સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે. ત્યાં જ હાલમાં જ કપિલે એક પ્રેસ કોન્ફરન્સમાં અર્ચના પુરણ સિંહના ખૂબ જ વખાણ કર્યા છે. તેણે કહ્યું, "તે મારી લકી ચાર્મ છે. અમે 2013માં શો શરૂ કર્યો હતો. તેના પહેલા મેં અર્ચનાજીની સાથે કોમેડી સર્કસમાં કામ કર્યું હતું. અર્ચનાની ખાસિયત એ છે કે તે દરેક પ્રકારાની કોમેડીને સમજે છે અને કદાચ એજ તેમની કળા છે. જ્યારે તે અમારી સામે બેસે છે તો અમને ખૂબ જ મજા આવે છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

વધુ વાંચો: 'શોલે'ના સૂરમા ભોપાલીની પૌત્રી પણ કોઈથી કમ નથી, વાયરલ થઇ SRK સાથેની તસવીર, ફેન્સે કહ્યું- 'So lovely'

સુનીલ ગ્રોવરને લઈને કહી આ વાત 
ત્યાર બાદ કપિલે સુનીલ ગ્રોવરના વિશે પણ પોતાની દિલની વાત કહી. કપિલ અને સુનીલે પોતાના બધા જુના મતભેદો ભુલાવીને ફરી એક વખત સાથે આવવાનો નિર્ણય કર્યો છે. એવામાં કપિલે સુનીલને લઈને કહ્યું, "તમે બધા સુનીલ પાજીને ખૂબ જ પ્રેમ કરો છો. લોકો વિચારે છે કે અમારો સહયોગ 2013માં આ શોથી શરૂ થયો હતો પરંતુ 2009માં હંસ હલિયે નામનો એક શો આવ્યો હતો. અને હું તેમને પહેલી વખત તે શોમાં મળ્યો હતો. આટલું જ નહીં તમે બધા જાણો છો કે આખો શો એક વખત, તેમની ફેન ફોલોઈંગ એક તરફ."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ