The government is dropping tear gas on those whose tears should be wiped away: Rahul Gandhi scoffs at the government
રાજનીતિ /
જેમના આંસુ લૂછવા જોઈએ, સરકાર તેમના પર અશ્રુગેસના ગોળા છોડી રહી છે : રાહુલ ગાંધીનો સરકારને ટોણો
Team VTV07:22 PM, 05 Jan 21
| Updated: 07:24 PM, 05 Jan 21
કોરોના કાળમાં મોદી સરકારની ઉપર સતત પ્રહાર કરતા રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી એકવાર મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું હતું, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની જીદના લીધે 60થી વધુ ખેડૂતોના મોત નિપજ્યા છે જો કે સરકાર ટસથી મસ નથી થઇ રહી.
રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર પર સાધ્યું નિશાન
ખેડૂત આંદોલનને લઇને સરકાર પર કર્યા પ્રહારો
મોદી સરકાર બ્રિટિશ કાળની કંપની બહાદુર, પણ ખેડૂતો પણ સત્યાગ્રહીઓ જેવા છે: રાહુલ ગાંધી
કોરોના કાળમાં મોદી સરકારની ઉપર સતત પ્રહાર કરતા રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી એકવાર મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું હતું, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની જીદના લીધે 60થી વધુ ખેડૂતોના મોત નિપજ્યા છે જો કે સરકાર ટસથી મસ નથી થઇ રહી.
Modi Govt’s apathy & arrogance have claimed lives of over 60 farmers.
Instead of wiping their tears, GOI is busy attacking them with tear gas. Such brutality, just to promote crony capitalists’ business interests.
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર તાનાશાહી અને ક્રૂરતા ભર્યું વલણ દાખવી રહી હોવાનો આરોપ લગાડતા કહ્યું હતું કે જે ખેડૂતોના સરકારે આંસુઓને લૂછવા જોઈએ, તેની જગ્યાએ તેમના ઉપર તે અશ્રુગોળા છોડી રહી છે.
સરકાર કોર્પોરેટના હિતોનું રાખી રહી છે ધ્યાન : રાહુલ ગાંધી
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરકાર આટલી ક્રૂરતા માત્રને માત્ર ક્રોની કેપિટલિઝમને વધારવા માટે અને તેમના હિતોનું ધ્યાન રાખવા માટે આ નિર્ણયો લઇ રહી છે, કૃષિ વિરોધી કાયદા સમાપ્ત થવા જોઈએ.
આ જ સમયે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નવા ત્રણેય કૃષિ કાયદાઓ દેશના પ્રત્યેક ખેડૂતની આત્મા પર હુમલા સમાન છે, આબ તેમના લોહી પરસેવાની મહેનત પર હુમલો છે, આજે દરેક મજૂર અને ખેડૂતો જાણે છે કે આ ત્રણેય કાયદાઓ તેમના ઉપર હુમલો છે.
હાલનુ આંદોલન બ્રિટિશ કાળના ચંપારણ સત્યાગ્રહ જેવું જ છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન બ્રિટિશ કાળના ચંપારણ આંદોલન જેવું જ છે અને પીએમ નરેન્દ્ર મોદી અનેતેમના કોર્પોરેટ મિત્રો બ્રિટિશ કાળના કંપની બહાદુર જેવા જ છે જો કે દરેક ખેડૂત અને મજૂર એ સત્યાગ્રહી છે અને તેનો હક મેળવીને જ જંપશે.