The government is concerned about the declining population in China
ટેન્શનમાં ચીન /
સૌથી વધારે વસ્તી ધરાવતા ચીનને સતાવી રહ્યો છે આ ડર, બાળકો પેદા કરવા જાતભાતની ઓફરો શરૂ કરાઇ
Team VTV10:04 AM, 30 Jan 22
| Updated: 10:07 AM, 30 Jan 22
વિશ્વમાં સૌથી વધારે વસ્તી ચીનમાં છે. પરંતું હવે ત્યા વસ્તી ઘટી રહી છે. જેથી સરકાર દ્વારા ત્યાના લોકોને બાળકો પૈદા કરવા માટે લોભામણી લાલચો આપવામાં આવી રહી છે.
ચીનમાં ઘટતી જતી વસ્તીને લઈ સરકાર ચિંતામાં
બાળકો પૈદા કરવા સરકાર આપે છે લોભામણી લાલચ
ઘટતી વસ્તીને લઈને ચીનને આર્થીક ખતરાનો ભય
વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીન છે પરંતુ ચીનમાં હવે વસ્તી ઘટી પણ રહી છે. જેથી ત્યાની સરકાર આ વાતને લઈને ઘણી ચિંતામાં છે. ચીનની કમ્યુનિસ્ટ સરકાર અલગ અલગ ઉપાયો કરી રહી છે. એક બાળકનો નિયમ ચીને કાઢી નાખ્યો છે તેમ છતા પણ કોઈ ખાસ ફરક નથી પડી રહ્યો. જેથી બાળક પૈદા કરવા માટે ચીન નવી નવી ઓફરો આપી રહ્યું છે.
12 મહિના માટે મેટરનલ લીવ
ચીનમાં હવે બાળક પૈદા કરવા પર બેબી બોનસ, વધારે રજાઓ, ટેક્સમાં કપાત અને બાળકના ભરણ પોષણ માટે સબસીડી પણ આપવામાં આવશે. દંપત્તિને ત્રણ બાળકો પૈદા કરવા માટે દંપત્તિને અહીયા લાલચ આપવામાં આવી રહી છે. બીજિંગમાં આવેલ ડાબીનોન્ગ ગ્રુપ દ્વારા તેના કર્મચારીઓને 90 હજાર યુઆન રોકડ આપવાની વાત કરવામાં આવી છે. સાથેજ 12 મહિના માટે મેટરનિટી લીવ અને 9 મહિના માટે પેટર્નલ લીવ આપવાની વાત કરી છે.
1 વર્ષમાં વસ્તી 5 લાખ ઓછી થઈ
ગત ઓગસ્ટમાં ચીન દ્વારા જનસંખ્યા કાયદો પરત લઈ લીધો હતો. બાદમાં ચીન દ્વારા હવે તેમની સંખ્યા વધારાવાને લઈને પૂરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે ચીનની વસ્તી 1.4120 અરબ હતી જેમા 5 લાખ ઓછી થઈ હતી. કારણકે 2020માં 1.4126 હતી.જેથી ચીનને હવે આર્થીક ખતરાનો ભય સતાવી રહ્યો છે.
ચીનને આર્થીક ખતરાનો ભય
ઉલ્લેખનીય છે કે ચીનમાં હવે ઘટતી જતી વસ્તી ત્યાની સરકાર માટે એક ચીંતાનો વિષય બન્યો છે. જેથી સરકાર દ્વારા ત્યાના લોકોને હવે લોભામણી લાલચો આપીને પણ બાળકો પૈદા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતા પણ ચીનના લોકો બાળકો પૈદા નથી કરી રહ્યા જેથી હવે ચીનને આર્થીક ખતરાનો ભય સતાવી રહ્યો છે.