બ્રેકિંગ ન્યુઝ
VTV / The Centre's big decision on the price of black fungus drugs, reduced GST rates on essential medicines
Last Updated: 04:37 PM, 12 June 2021
આજે GST Councilની 44મી બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા તેને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરને જાણકારી આપી છે. આજે બેઠકમાં એમ્બ્યુલન્સ પર જીએસટીનો દર ઘટાડીને 12 ટકા અને ટેમ્પરેચર ચેકિંગ ઈક્વિમેન્ટ્સ માટે જીએસટીના 5 ટકા કરી દેવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે જે સામગ્રી પર છૂટ આપવામાં આવી છે તેના પર છૂટની નોટિફિકેશન કાલે જાહેર કરવામાં આવશે. જીએસટીના આ દર સપ્ટેમ્બર 2021 સુધી લાગુ રહેશે.
ADVERTISEMENT
GST on electric furnaces and temperature checking equipment brought down to 5% and on ambulances to 12%. These rates will be valid till September as against August end recommended by the GoM: Finance Minister Nirmala Sitharaman on the outcome of 44th GST Council meet pic.twitter.com/ZxdV0k7wVL
— ANI (@ANI) June 12, 2021
ADVERTISEMENT
બ્લેક ફંગસની દવા પર નહીં લેવામાં આવે ટેક્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કાઉન્સિલે એમ્બ્યુલન્સ પર જીએસટીના દરને ઘટાડીને 12% કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી એમ્બ્યુલન્સ પર 28%ના દરથી જીએસટી વસુલવામાં આવતું હતું. બ્લેક ફંગસની સારવારમાં Tocilizumab અને એમ્ફોથ્રેસિન-બીનો ઉપયોગ થાય છે. કાઉન્સિલે આ દવાઓ પર જીએસટીન લેવાનો નિર્ણય કર્યો છે.
આ વસ્તુઓ પર પણ ઘટાડો ટેક્સ
5% GST on vaccines will stay. The Centre will buy the 75% vaccine as announced and will pay its GST too. But 70% of income from GST will be shared with States: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/fLlHrc8ZOQ
— ANI (@ANI) June 12, 2021
જીએસટી કાઉન્સિલે 28 મેએ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અને સામાન પર ટેક્સના દરો પર વિચાર કરવા માટે 8 મંત્રીઓના સમૂહનું ગઠન કરવાનો નિર્ણય કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમૂહના સૂચનો બાદ મંજૂરી આપતા દરોમાં કપાત કરવાનો નિર્ણય કર્યો છે.
GST કાઉન્સિલની બેઠક બાદ નીતિન પટેલે તેને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હવેથી રસીકરણનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. સાથે જ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન ટેક્સ ફ્રી કરાવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન પર હવે 5 ટકા GST લગાવવામાં આવશે.
ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ સમિતિમાં નીતિન પટેલનો પણ સમાવેસ
મહત્વનું છે કે, ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ સમિતિમાં ગુજરાતના DyCM નીતિન પટેલની પસંદગી કરાઈ છે. કોવિડ રાહત સામગ્રીમાં GSTની છૂટછાટની સમિતિ બનાવાય છે તેમાં નીતિન પટેલનો સમાવેશ કરાયો છે. કન્વીનર સહિત 8 સભ્યોનો ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં સમાવેશ કરાયો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે સમિતિની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના DyCM અજિત પવાર, ગોવાના ટ્રાંસપોર્ટ મંત્રી ગોદીન્હોનો પણ સમાવેશ કરાયો છે. UP, કેરળ, ઓડિશા, તેલંગાણાના નાણામંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.