The Center directed the state governments to set up isolation centers in the villages
કેન્દ્રનો નિર્દેશ /
કેન્દ્રનો રાજ્ય સરકારોને નિર્દેશ,રાજ્યો ગામડોઓમાં ઊભા કરે આઈસોલેસન સેન્ટરો
Team VTV10:16 AM, 17 May 21
| Updated: 10:27 AM, 17 May 21
કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ, રાજ્યો ગામડાઓમાં આઈસોલેશન સેન્ટરો, હોમ ક્વોરોન્ટાઈ સેન્ટરો શરૂ કરવામાં આવે, સંક્રમિત દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે
કોરોના સંક્રમણને લઈ કેન્દ્રનો રાજ્ય સરકારોને નિર્દેશ
ગામડાઓમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે
ઓક્સિજન લેવલ ઘટે તો હોસ્પિટલ મોકલવામાં આવે
કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે આ નિર્દેશ પ્રમાણે ગામડાઓમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે ક્વોરન્ટાઈ સેન્ટરો તેમજ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે તેવું જણાવાયું છે, સામાન્ય લક્ષણો ધરાવતા અને લક્ષણો વિનાના દર્દીઓની ઓળખ કરી તેમને હોમ હાઈસોલેશન અને ક્વોરન્ટાઈનમાં જ રહેવાનું નિર્દેશમાં જણાવ્યું છે.
કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારોને નિર્દેશ
કેન્દ્રએ રાજ્યોને આપેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે ગામડાઓમાં ક્વોરન્ટાઈન સેન્ટરો અને ઈસોલેશન સેન્ટરો બનાવવામાં આવે તેમજ જ દર્દીઓને આઈસોલેશનમાં રહેવાની વ્યવસ્થા ન હોય તો સરકારી કેન્દ્રમાં રાખવામાં આવે તેવું જણાવાયું છે,હોમ ઈસોલેશનમાં મોકલનારા દર્દીઓને નિ:શુલ્ક દવા અપાશે, તેમજ જે દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થાય તેવા દર્દીઓને મોટી હોસ્પિટલમાં મોકલવાનોન નિર્દેશ કર્યો છે.
ગામડાઓમાં આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવે
ગામડાઓમાં આશા વર્કર્સ બહેનો દ્વારા સંક્રમિત લોકોની ઓળખ કરી અલગ તારવામાં આવે તેવું પણ જણાવાયું છે, મહત્વનું છે કે કોરોનાએ શહેરો બાદ ગામડાઓમાં પગ પેસારો કર્યો છે ગામડાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, કોરોનાનું સંક્રમણ ગ્રામીણ અને આદિવાસી વસ્તી ધરાવતા લોકોમાં ફેલાઈ નહી તે જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે અને ગામડાઓમાં જ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન કરી દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે તેવું પણ સુચન કર્યું છે.