બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / the All arrangement will be made for Gir lions in the proposed project Lion

વનવિભાગ / સાંસદ પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનમાં ગીરના સિંહો માટે આ વ્યવસ્થા ઉભી થશે

Shyam

Last Updated: 05:54 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોજેક્ટ લાયનમાં બીમારી અને ઇજાગ્રસ્ત સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.

ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 8 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપ્યો હતો. 

પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક સિંહના નિર્મૂલનના જોખમને દૂર કરવાનો છે. સાથે એશિયાટીક સિંહની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટ પાછળનું એક કારણ એવું પણ છે કે, સિંહ સાથે નજીકના વિસ્તારમાં રહેતા લોકોનું વન્યપ્રાણીઓ સાથે તાલમેળ રહે અને સિંહ સંવર્ધનથી તેમને પણ ફાયદો મળી રહે. 

સૌ.Twitter DCF Junagadh

પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં બીમાર અને ઇજાગ્રસ્ત સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પેટા કેન્દ્ર શરૂ કરવા સહિતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માગતા હતા.

આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર બીમારી અને ઇજાગ્રસ્ત સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ