મુંબઇ હુમલાની 10મી વરસી, આજે પણ આંખોમાં આવે છે અશ્રુ.......

By : admin 10:41 AM, 26 November 2018 | Updated : 10:41 AM, 26 November 2018
26, નવેમ્બર 2008નો એ આતંકી હુમલો જે આજે પણ મુંબઈકરોની આંખમાં આંસુ લાવી દે છે. લશ્કર-એ-તૈયબાએ કરેલા આ આતંકી હુમલામાં મુંબઈ ધણધણી ઉઠ્યું હતું. એક બાદ એક મુંબઈના 8 સ્થળોએ આતંકીઓએ હુમલો કરી દીધો હતો. સૌપ્રથમ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર આતંકવાદીઓ ઘુસ્યા હતા. ત્યાર બાદમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે તાજ હોટલમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હતા. અને લોકો પર ફાયરિંગ કર્યું હતું.

તો હોટલ ઓબેરોયને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. આ સાથે જ આતંકવાદીઓએ લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને નરીમન હાઉસમાં પણ હુમલો કરી દીધો હતો.જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા.

સૌપ્રથમ ઓબેરોય હોટલમાં ઓપરેશન સમાપ્ત થયું હતું.અને બાદમાં નરીમન હાઉસમાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

જોકે હોટલ તાજમાં ઓપરેશન 26 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલ્યું હતું. આખરે 68 કલાક બાદ ઓપરેશન પૂર્ણ થયું હતું. જેમાં આતંકવાદી કસાબ જીવતો ઝડપાઈ ગયો હતોઅને બાદમાં તેને પણ ફાંસીના સજા આપવામાં આવી હતી.Recent Story

Popular Story