બ્રેકિંગ ન્યુઝ
VTV / Terrorists kill 2 innocent civilians in Kashmir
Ronak
Last Updated: 07:22 PM, 17 October 2021
ADVERTISEMENT
જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓનો ત્રાસ ધીરે ધીરે વધી રહ્યો છે. આતંકીઓ હવે અહિયાની સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરી રહ્યા છે. આજે ફરી આતંકીઓએ બે નાગરીકોની હત્યા કરપી હોવાનું સામે આવ્યું છે. આ બંને નાગરીકો પરપ્રાંતિય હતા અને કાશ્મીરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ બે લોકોની હત્યા કરી હતી
ADVERTISEMENT
થોડાક દિવસો પહેલા પણ આતંકીઓએ પુલવામાં અને શ્રીનગરમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારે વધુમાં ફરી આતંકીઓએ બે નાગરીકોને મોતને ઘાીટ ઉતાર્યા છે. જેથી કાશ્મીરમાં વદી રહેલો આંતક હવે સામાન્ય નાગરીકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
સેના પણ હવે એકશન મોડમાં
કાશ્મીરમાં ભારતીય સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે સેના દ્વારા લશ્કર-એ-તૈયબના ટોપના કમાન્ડરને ઠાર કર્યો હતો. સેનાના 5 જવાનો શિહદ થયા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમા અત્યાર સુધીમાં 10 જેટલા આતંકીઓને સેનાએ ઠાર કરી કાઢ્યા છે.
પુંછ, મેંઠર અને રાજૌરીમાં સેના એકશનમાં
જોકે આ સર્ચ ઓપરેશન દરમિયાન પણ આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહિદ થયા હતા. જોકે 2 જવાનો શહિદ થયા ત્યારબાદ આ સર્ચ ઓપરેશન પુંછ , મેંઢર અને રાજોરીમાં તેજ કરવામાં આવ્યું છે.
ગત જૂન મહિનામાં આતંકીઓ ઘૂસ્યા હતા
સેનાના અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓને શોધવા માટે તેમણે સર્ચ ઓપરેશન તેજ તરી નાખ્યું છે. આતંકીઓ સેનાથી બચીને એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. સાથેજ અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓ છેલ્લા 2 થી 3 મહિનાઓથી આ વિસ્તારમાં આવ્યા હતા. જેમા ગત જૂન મહિના પછી આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી.
સ્થાનીકોની ગોળી મારી હત્યા
શ્રીનગર અને પુલવામામાં આતંકીઓએ અલગ અલગ જગ્યાએ સ્થાનીક લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. જેને લઈને કાશ્મીરના લોકોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. પુલવામામાં આતંકીઓએ એક નિર્દોષ પર ગોળીબાર કર્યો હતો. જેમા તે વ્યક્તિને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું.
સ્થાનિકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ નેતાઓની પણ હત્યા કરી રહગ્યા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ તેની નિંદા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા આ હત્યાઓની નિંદા કરવામાં આવી છે. સાથેજ સ્થાનિક લોકો પણ હવે અહીયા અપીલ કરી રહ્યા છે કે આતંકીઓને તેમજ ભાષામાં કડક જવાબ આપવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.