ટાટા ગ્રુપની માલિકીની એરઇન્ડિયાએ એરએશિયા ઇન્ડિયાની સંપૂર્ણ ઇક્વિટી શેર ફાઇનાન્સ ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે તેની કંપનીમાં પહેલાથી જ 83.67 ટકા હિસ્સેદારી છે.
ટાટાએ એરએશિયા ઇન્ડિયાને ખરીદવાનો રાખ્યો પ્રસ્તાવ
કંપનીમાં પહેલાથી જ 83.67 ટકા હિસ્સેદારી
એરલાઈન ઓપરેશનને મજબૂત કરવાનો પ્રયાસ
ટાટાએ એરએશિયા ઇન્ડિયાને ખરીદવાનો રાખ્યો પ્રસ્તાવ
ટાટા ગ્રુપનાં સ્વામિત્વવાળી એરઇન્ડિયાએ એરએશિયા ઇન્ડિયાની સંપૂર્ણ ઇક્વિટી શેર ફાઇનાન્સ ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે એરએશિયા ઇન્ડિયામાં ટાટાની પહેલાથી જ મેજોરીટીમાં હિસ્સેદારી છે. હવે તેમણે સિંગલ એર લાઈન બનાવવા માટે આ પ્રસ્તાવ રાખ્યો છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગમાં દાખલ કરવામાં આવેલ એક આવેદનથી આ જાણકારી મળી છે.
એરએશિયા ઇન્ડિયામાં ટાટા સન્સની છે 83.67 ટકા હિસ્સેદારી
ઓટોથી લઈને સ્ટીલ સુધી ફેલાયેલા ટાટા ગ્રુપે હાલમાં જ લગભગ 70 વર્ષો બાદ એર ઇન્ડિયાની માલિકી ફરી મેળવી છે. તેણે સરકાર સાથેના 2.4 બિલિયન ડોલરનાં ઇક્વિટી-એન્ડ ડેટ સોદામાં એર ઇન્ડિયા ફરી કહ્રીડ્યું છે. આ ઉપરાંત, એરએશિયા ઇન્ડિયામાં ટાટા સન્સની 83.67 ટકા હિસ્સેદારી છે જ્યારે બાકીની હિસ્સેદારી એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની છે. આ મલેશિયાનાં એરએશિયા ગ્રુપનો હિસ્સો છે. હાલમાં બંને કંપનીઓ સાથે જ આ ઓપરેટ કરી રહી છે.
એરલાઈન ઓપરેશનને મજબૂત કરવાનો પ્રયાસ
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગમાં દાખલ કરવામાં આવેલ આવેદન અનુસાર, સૂચિત સંયોજન સ્પર્ધાત્મક લેન્ડસ્કેપને બદલશે નહીં કે ભારતમાં પ્રતિસ્પર્ધા પર કોઈ ઉલ્લેખનીય પ્રતિકુળ પ્રભાવ પડશે નહીં. કંપનીનું કહેવું છે કે આ પગલું ટાટા દ્વારા પોતાના એરલાઈન ઓપરેશનને મજબૂત કરવાના પ્રયત્નોનો ભાગ છે.
સીસીઆઈ એપ્લીકેશન, ટાટા દ્વારા પોતાના એરલાઈન વ્યવસાયોને એકીકૃત કરવા માટેનું પહેલું પગલું છે. જેમાં વિસ્તારા, સિંગાપુર એરલાઈન્સ સાથે એક સંયુક્ત ઉદ્યમ અને એરએશિયા ઇન્ડિયા પણ સામેલ છે, જેને તેઓ મલેશિયાનાં એરએશિયા એક્સ બીએચડી સાથે સંચાલિત કરે છે.
ટાટા ગ્રુપની એર ઇન્ડિયા દ્વારા એરએશિયા ઇન્ડિયાને ખરીદવાના પ્રસ્તાવ પર એરક્રાફ્ટ લીઝીંગ અને ફાઈનાન્સમાં વિશેષજ્ઞતાવાળી લો ફર્મ Sarin&Coનાં ઓપરેશન હેડ વિનમરા લોન્ગાનીએ કહ્યું કે આ અપેક્ષિત હતું, કારણ કે ટાટા જૂથ માટે અલગ એરલાઇન્સમાં હિસ્સો રાખવાનો કોઈ અર્થ નથી.