બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'Tanaton' politics in Gujarat elections: Congress leaders got a new idea, BJP became aggressive

મહામંથન / ગુજરાત ચૂંટણીમાં 'ટનાટન' રાજનીતિ: કોંગ્રેસના નેતાઓને નવું સૂઝ્યું, ભાજપ થઈ આક્રમક

Vishal Khamar

Last Updated: 10:28 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ટનાટન રાજકારણ દાયકાઓ પછી ફરી ટનાટન શબ્દ ચર્ચામાં આવ્યો છે. પરેશ ધાનાણીનાં ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. પ્રહાર અને વળતા પ્રહારનો સિલસિલો શરૂ થયો છે. સોશિયલ મીડિયા ઉપર જાણે ટનાટન યુદ્ધ જામ્યું છે. પોતાને ટનાટન તો દરેક પક્ષ ગણાવે છે. સવાલ એ છે કે ટનાટન કોણ છે એ નક્કી કરે કોણ?

ટનાટન શબ્દ આમ તો લોકભોગ્ય છે પણ રાજકારણમાં તેને કોઈએ જાણીતો કર્યો હોય તો સૌથી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નામ લેવું પડે. પોતાની સરકારને ટનાટન સરકાર તરીકે જ્યારે શંકરસિંહ વાઘેલા ઓળખાવતા હતા ત્યારે ટનાટન શબ્દ રાજકારણમાં પ્રચલિત બન્યો હતો. હવે અઢી દાયકા જેટલો સમય વિત્યા પછી ફરી એકવાર આ શબ્દ ચર્ચામાં આવ્યો જ્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું. કમલમમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન એવા શબ્દબાણ સાથેનું ટ્વીટ જોતજોતામાં રાજકીય ગરમી પકડી ગયું. અપેક્ષિત હતું એ પ્રમાણે ભાજપે પણ ટ્વીટથી અને નિવેદનથી વળતો જવાબ આપ્યો જેમા પણ કેન્દ્ર સ્થાને ટનાટન જ હતું. 

ટનાટન શબ્દને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જાણે કે ડિજિટલ વોરની સ્થિતિ થઈ ગઈ. આમ પણ ક્ષેત્ર કોઈપણ હોય હવેની લડાઈ સોશિયલ મીડિયા ઉપર જ વધુ લડાવાની છે તે દીર્ઘદ્રષ્ટિવાળા નેતાઓ તો જાણતા હશે. જવાબદાર માધ્યમ તરીકે સાદો સવાલ એટલો જ કરવાનો થાય કે રાજકીય પક્ષો તો પોતે ટનાટન હોવાના દાવા કરશે પણ આખરે ટનાટન કોણ છે એ નક્કી કરે કોણ? આનો જવાબ પણ અપેક્ષિત છે કે એ ગુરુચાવી તો આખરે મતદારના હાથમાં જ છે. 

ટનાટન પલટવાર! 
કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન
કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન
શક્તિસિંહ અને સ્વ.અહેમદ પટેલની બેઠક જેલથી સરકાર ચલાવનારની શરણમાં
રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના
અમરેલીથી પ્રતાપ દૂધાતની ટનાટન ના
અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના
આણંદથી ભરતસિંહ સોલંકીની ટનાટન ના
પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના
અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટન ના
અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન ના
 

પ્રહારોનો સિલસિલો

અમિત નાયક 
ભાજપનો જૂથવાદ ટનાટન!
"જ્યોતિ બની જ્વાળા" તોય કહે ટનાટન છે
ઈનામદાર ના રહ્યા નામદાર તોય કહે ટનાટન
ભીખાજીના ટેકેદારોએ લીધું બાનમાં કમલમ તોય કહે ટનાટન
અમરેલીવાળો રાજકોટ, જૂનાગઢવાળો પોરબંદર ભાગ્યા તોય કહે ટનાટન

ધાનાણીનો પ્રહાર નં.2

હા પાડીને હેઠા બેસાડ્યા
ભીખુસિંહને ભોઠા પાડ્યા
રંજનબેનને રડાવ્યા
ધડૂકના ઢોલ પીટી નાંખ્યા
રૂપાણીને રમતા મુક્યા
મુંજપરાને મરડી નાંખ્યા
ભારતીબેન ભૂંસાઈ ગયા
કે.સી.બની ગયા દેશી
મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાંખ્યો!

હેમાંગ રાવલનો કવિતાથી વાર!

વડોદરામાં રંજનબેનનું બાય બાય ટનાટન
બેનર વૉરમાં પાછીપાની ટનાટન
જ્યોતિબેનનું સસ્પેન્શન ટનાટન
સાબરકાંઠામાં ભીખાભાઈને બાય બાય ટનાટન
અરવલ્લી કમલમમાં હુમલો ટનાટન
માંગ્યો બધે પોલીસ બંદોબસ્ત ટનાટન
રૂપાલાજીનો બફાટ ટનાટન
પોરબંદર-વિજાપુરમાં વિરોધ ટનાટન
વલસાડમાં પત્રિકા યુદ્ધ ટનાટન
સુરેન્દ્રનગરમાં વોટ્સએપ વિરોધ ટનાટન
આણંદના મિતેષ પટેલને દિલ્લીનું તેડું ટનાટન
મોહન કુંડારિયાની ચોકલેટ-ટોફી ટનાટન
નીતિન કાકાએ પાડી ના ટનાટન
ભાજપનો ભ્રષ્ટાચાર ટનાટન
ભાજપનો વિખવાદ ટનાટન
આયાતી નેતાઓ માટે બેનર બાંધો, ખુરશી ગોઠવો ટનાટન
ચૂંટણીનું બ્યુગલ વાગ્યું ટનાટન
પ્રજા આપશે જવાબ ટનાટન

વધુ વાંચોઃ ગુજરાત ભાજપ-કોંગ્રેસમાં 'ટનાટન' પર ટ્વિટર વોર, ધાનાણી કવિ બન્યા, નીતિન પટેલ, રૂપાણી પર લખી કવિતા

ટનાટન રાજકારણ!
ગુજરાતના રાજકારણમાં અગાઉ પણ ટનાટન શબ્દ જાણીતો બન્યો હતો. ટનાટન લોકભોગ્ય શબ્દ છે જેનો અર્થ કોઈપણ વસ્તુ કે કામ ચોક્કસ હોવું એવો થાય છે. અગાઉ જ્યારે શંકરસિંહ વાઘેલાની સરકાર હતી ત્યારે ટનાટન શબ્દ જાણીતો બન્યો. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે પોતાની સરકારને ટનાટન સરકાર તરીકે ઓળખાવતા હતા. લગભગ અઢી દાયકા બાદ ફરી એકવાર ટનાટન શબ્દ ચર્ચામાં આવ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ