બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / take care of these things during navratri puja

NAVRATRI 2022 / નવરાત્રીની પૂજામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો! પ્રસન્ન થઈને માતાજી આપશે સુખ - સમૃદ્ધિનાં આશિર્વાદ

Khevna

Last Updated: 11:27 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં પૂજા દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવાથી માતાજી ઈચ્છા અનુસાર આશીર્વાદ આપે છે. જાણો વિગતવાર

  • 26 સપ્ટેમ્બરથી શરુ થાય છે નવરાત્રી 
  • માંનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા 
  • અમુક નિયમોનું ધ્યાન રાખવાથી પૂરી થાય છે ઈચ્છા 

26 સપ્ટેમ્બરથી શરુ થાય છે નવરાત્રી 

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. આ દરમિયાન ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી માં આદિશક્તિનાં નવ સ્વરૂપોની નવ દિવસો સુધી પૂજા - અર્ચના કરશે. આ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ પણ થાય  છે. 

નવરાત્રી દરમિયાન માંની પૂજા કરી રહ્યા છો, તો તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. આ દિશાનાં સ્વામી સૂર્યદેવ છે. સાંજનાં સમયે ઘીનો દીવો કરો, આમ કરવું શુભ માનવામાં આવે છે. 

માંનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા

નવરાત્રીમાં જો માંને પ્રસન્ન કરવા માંગો છો, તો ઘરના મુખ્ય દ્વાર પર સતત નવ દિવસો સુધી સ્વસ્તિક બનાવો. ચીહ્ન બનાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં ચૂનો અને હળદરનો ઉપયોગ કરવામાં આવે અને તે દરવાજાની બંને તરફ બનેલ હોય. સાથે જ આંબા તથા અશોકનાં પાંદડાનું તોરણ પણ બનાવો. 

પૂજા સ્થળને સજાવવા માટે અને પૂજા માટે લાલ રંગનાં ફૂલોનો ઉપયોગ કરો. લાલ રંગનાં ફૂલો ચઢાવવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. આ સાથે જ વસ્ત્ર, ચંદન, સાડી, ચુંદડી માટે પણ લાલ રંગનો જ ઉપયોગ કરો.

કળશ સ્થાપના 

નવરાત્રીનાં પહેલા દિવસે માંનાં કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે માંની મૂર્તિ અને કળશ ઇશાન કોણની દિશા તરફ રહે. આ દિશાને દેવતાઓની જગ્યા જણાવવામાં આવી છે. 

માં દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપના માટે ચંદનની ચોકીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ચંદનની ચોકી પર જ કળશ અને મૂર્તિ રાખવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ