બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Symptoms of diabetes appear in the hand, check somewhere, you do not have diabetes?

હેલ્થ ટીપ્સ / હાથમાં દેખાય છે ડાયાબિટીસના લક્ષણો, ચેક કરો ક્યાંક તમને તો નથીને શુગરની બીમારી?

Megha

Last Updated: 05:59 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ ધરાવતા 90% લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના લક્ષણોને હાથ પરથી પણ જાણી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે

  • ડાયાબિટીસ ધરાવતા 90% લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ હોય
  • ડાયાબિટીસના લક્ષણોને હાથ પરથી પણ જાણી શકાય છે.
  • તમારા હાથના નખમાં આ લક્ષણો દેખાતા હોય તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે

ડાયાબિટીસ એક એવી બિમારી છે, જેનાથી ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો સતત પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકો હજી સુધી ડાયાબિટીસનો કાયમી ઉપચાર શોધી શક્યા નથી. એવામાં બચાવની સૌથી સારી રીત છે કે તમે તમારા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખો. જેના માટે એક સારી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સને ફૉલો કરવી પડે છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ વધુ પડતું વજન અને નબળી જીવનશૈલી છે. ડાયાબિટીસના 2 પ્રકાર છે. ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. 

જણાવી દઈએ કે ટાઈપ 1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિન બિલકુલ ઉત્પન્ન થતું નથી, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ દ્વારા ઓછી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ ધરાવતા 90% લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે. ઘણી વખત ડાયાબિટીસ થવા પર તેના લક્ષણો ધીરે ધીરે ઓળખાય છે. ડાયાબિટીસના લક્ષણોને હાથ પરથી પણ જાણી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે 

જે લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત હોય છે એ લોકોના હાથમાં પણ તેના લક્ષણો દેખાય છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેના નખની આસપાસની ચામડી લાલ થઈ જાય છે અને એ સાથે જ તમારે તમારા નખની નજીકની ચામડી પર પણ ધ્યાન રાખવું જોઈએ. જો તેની આસપાસ ફોલ્લીઓ આવી રહી છે, તો પણ તે ડાયાબિટીસની નિશાની હોય શકે છે. 

શું છે તેની પાછળનું કારણ 
નખની આસપાસ લોહીના પરિભ્રમણના અભાવને કારણે નખની પણ બીજી પેશીઓની જેમ મૃત થઈ જાય છે. આટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓના અંગૂઠામાં પણ આવા જ લક્ષણો જોવા મળે છે. તેની પાછળ કારણ એ છે કે ડાયાબિટીસ ધરાવતા લોકોને ફંગલ ઇન્ફેકશન વધુ થાય છે જેને ઓન્કોમીકોસીસ તરીકે ઓળખાય હોય છે. જો તમારા હાથના નખમાં આ લક્ષણો દેખાતા હોય તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

આ સિવાય પણ હોય છે બીજા લક્ષણો 
ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોને રાત્રે વારંવાર પેશાબ પણ લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં વધુ પડતી શુગર હોય અને તમારું લોહી કિડનીથી બચવા માટે સખત મહેનત કરવાનું શરૂ કરે છે અને તેને કારણે વધુ યુરીન આવે છે. 

ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરો 
ડાયાબિટીસના દર્દીઓએ તેઓ શું ખાય છે તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએના ગ્લુકોઝ સ્તરને સામાન્ય રાખવાની જરૂર છે. લોહીમાં વધુ પ્રમાણમાં શુગરનું સ્તર ડાયાબિટીક કીટોએસિડોસિસ જેવી જીવલેણ સ્થિતિ તરફ દોરી શકે છે. 

ટાઈપ 2 ડાયાબિટીસના મુખ્ય લક્ષણો
- સામાન્ય કરતાં વધુ પેશાબ આવવું 
- વારંવાર તરસ લાગવી 
- અચાનક વજન ઘટવું
- પ્રાઇવેટ પાર્ટની આસપાસ ખંજવાળ 
-  ઘા પર ધીમેથી રૂઝ આવવી 

જો તમે આમાંના કોઈપણ લક્ષણોથી પીડાતા હોવ તો તમને ડાયાબિટીસનું જોખમ હોય શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

diabetes health tips ડાયાબિટીસ Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ