બ્રેકિંગ ન્યુઝ
VTV / symptoms and effects of omicron on body how to prevent yourself from covid variant
Mayur
Last Updated: 07:33 PM, 1 January 2022
ADVERTISEMENT
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં 16,764 કોરોનાના કેસ નોંધાવાની સાથે હવે કુલ એક્ટિવ કેસ 91,361 થઈ ગયા છે. એઇમ્સ ના પ્રમુખ રણદીપ ગુલેરીયાએ જાણકારી આપી હતી કે ઓમિક્રૉન કઈ રીતે અને કયા કયા લોકોને અસર કરી શકે છે. તેના લક્ષણો કયા કયા હોય છે અને સાથે જો ઓમિક્રૉન વાયરસનો હુમલો થાય તો શરીરને તેની સામે કેવી રીતે બચાવી શકાય.
શરીરને કઈ રીતે કરે છે અટેક
AIIMS ના ચીફ Randip Guleria એ કહ્યું હતું કે ઓમિક્રૉન સંક્રમણ મુખ્યત્વે શરીરના અપર રેસપાયરેટરી પાથ એટલે કે શ્વસન માર્ગ અને વાયુમાર્ગને પ્રભાવિત કરે છે. જે ફેફસાને અસર નથી કરતાં. આ કારણથી તે એકથી બીજા સુધી શ્વસન માધ્યમથી ઝડપથી પહોંચે છે.
ADVERTISEMENT
લક્ષણ
Randip Guleria એ કહ્યું હતું કે ફેફસા સિવાય અપર રેસપાયરેટરી અને શ્વાસનળીને અસર કરે છે. આ કારણે તેમાં ડેલ્ટા વેરિયન્ટ જેવા ગંભીર લક્ષણો નથી આવી રહ્યા. આનાથી સંક્રમિત રોગીઓમ ઑક્સીજનની વધારે કમી તો નથી. તેના જે લક્ષણ સામે આવી રહ્યા છે તેમાં તાવ, નાકમાંથી પાણી આવવું, ગળામાં ખરાશ, શરીરમાં બેચેની અને માથાનો દુખાવો મુખ્ય છે. તેમણે કહ્યું હતું કે જો કોઇની અંદર આ લક્ષણ દેખાય તો તેની તરત તપાસ કરાવવી જોઈએ.
જો સંક્રમિત થઈ જાવ તો શું કરશો?
ગુલેરીયાએ કહ્યું હતું કે જો તમને ઓમિક્રૉન વાયરસથી સંક્રમણની જાણકારી મળે તો ટેન્શન લેવાની જરૂર નથી. એ સમજવું વધારે જરૂરી છે કે ગયા વખત કરતાં અલગ એવો આ વેરિયન્ટ ઑક્સીજન સેચ્યુરેશનમાં ઘટાડો નથી કરતો. માટે જો નોર્મલ વાયરસથી સંક્રમણ થયું હોય તો તમે હોમ આઇસોલેશન પર રહી શકો છો. ગુલેરીયાએ કહ્યું હતું કે હોસ્પિટલના બેડ તેવા લોકો માટે મફત કરવામાં આવવા જોઈએ જે ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા છે.
આ વખતે રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે.
આટલી વસ્તુનું ધ્યાન રાખો
તેમણે કહ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં હજુ સ્થિતિ સારી છે. કારણ કે વેકસીનેશનનો બીજો ડોઝ 60% લોકો સુધી પહોંચી ગયો છે. પરંતુ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે હજુ મહામારી પૂરી નથી થઈ ગઈ. હવે તો વધારે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. વેક્સિન બાકી હોય તો પહેલા લઈ જ લેવી જોઈએ. માસ્ક સેનેટાઈઝર વગેરેને મૂકી નથી દેવાનું પરંતુ તેનું પણ ધ્યાન રાખતું રહેવાનું છે. ભીડમાં જવાનું પણ ટાળવું જોઈએ. હાથ ધોતાં રહેવું અને બને એટલી કાળજી લેતા રહેવું.
2022માં પણ કોરોનાનું સંકટ ચાલુ છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, સમગ્ર વિશ્વમાં ઉજવણી ફિક્કી પડી છે. અમેરિકામાં સતત ત્રીજા દિવસે 5.80 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા પણ 4.88 લાખ નવા કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં કોરોનાની નવી લહેરથી સંકટ વધુ ઘેરાયેલું છે. મોટી વસ્તીના રસીકરણ પછી પણ નવા કેસ આવવાથી ચિંતા વધી છે. એકમાત્ર રાહત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ બહુ ગંભીર નથી અને તેનાથી પીડિત લોકોમાં મૃત્યુનું જોખમ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઘણું ઓછું છે. ઓમિક્રોનથી પીડિત લોકોને પણ વધારે હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી.
આ લક્ષણોનું પણ ધ્યાન રાખો
કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપતા કહ્યું છે કે ઉધરસ, માથાનો દુ:ખાવો, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુ:ખાવો, સ્વાદમાં કમી, થાક અને ઝાડા સાથે તાવ વગરના કોઈ પણ વ્યક્તિને COVID-19નો એક શંકાસ્પદ કેસ હોવો જોઈએ. જ્યાં સુધી બીજુ સાબિત ના થાય. ખરેખર, કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણ અને આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સેક્રેટરીને પત્ર લખ્યો છે, જેમાં આ નિર્દેશ આપવામાં આવ્યાં છે. જેમાં અલગ-અલગ સ્થાનો પર ચોવીસ કલાક કાર્યાત્મક આરએટી બૂથ સ્થાપિત કરવા, ચિકિત્સા અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ કરવો અને ડોમેસ્ટિક પરીક્ષણ કીટના ઉપયોગના નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.