બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar stampede due to the triple murder father son daughter in law were killed in a normal manner

ખૂની ખેલ / સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડર થતાં હડકંપ, સામાન્ય બાબતે પિતા-પુત્ર-પુત્રવધૂને ઉતાર્યા મોતને ઘાટ, બાળક નોધારું બન્યું..!

Mahadev Dave

Last Updated: 06:01 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની હડકંપ મચાવતી ઘટના સામે આવી છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા નિપજાવવામાં આવતા હાહાકાર મચી ગયો હતો.

  • સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા
  • ફુલગ્રામ ગામે પિતા-પુત્ર-પુત્રવધૂની હત્યા
  • સુરેન્દ્રનગર પોલીસે આરોપીને દબોચી લીધો

સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ચારેકોર ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક જ પરીવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવ્યા આવી છે. રસ્તામાં ચાલવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યા થયાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા આ ખૂની ખેલમાં અગો જીડીયા નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેને લઈને પોલીસે અગો જીડીયાની ધરપકડ કરી લીધી છે.

વઢવાણ, જોરાવરનગરનો પોલીસ કાફલો ઘટના સ્થળે

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે સુરેન્દ્રનગરમાં એક જ પરીવારના ત્રણ સભ્યોની હત્યા થયાના સમાચાર સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં રસ્તામાં ચાલવા બાબતે માથાકુટ થતાં હત્યા થઈ હતી. જેમાં પિતા હમીર મેમકીયા (ઉ.વ.75), પુત્ર ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયા (ઉ.વ.30 એસ.ટી.ડ્રાઇવર) અને પુત્રવધુ દક્ષાબેન ધર્મન્દ્ર મેમકીયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી બાળક નોંધારું બન્યું છે. ઘટનાની જાણ થતાં વઢવાણ, જોરાવરનગરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે પૂછપરછ આરંભી

ઘટનાની જાણ થતાં જોરાવરનગર પોલીસ. એલસીબી, એસઓજી, સુરેન્દ્રનગર એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો જ્યા હાલનો કબજો સાંભળી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી અગો જીડીયાને દબોચી લીધા બાદ તેની પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર પાસે ચાલવાની બાબતમા આ લોહિયાળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થયાનું પણ સામે આવ્યું છે.

કોણ છે આ લોહિયાળ જંગનો આરોપી

આ લોહિયાળ ઘટનાને અંજામ આપનાર આરોપી અગો જીડીયા થોડા સમય પહેલા એકલો રહેવા આવ્યો હતો જે મોરવડ ગામનો હોવાનો અને થોડા સમયથી ફુલગ્રામ ગામે રહતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન દંપતી બાઈક લઈને પસાર રહ્યું હતું તે સમયે અગો રસ્તા પરથી નીકળ્યો હતો અને તમને કઈ ખબર નથી પડતી હું નીકળુ છુ તેવી કહીને બબાલ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જય બાઈક સવાર દંપતીને ગળે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત ત્રણેયના મોત નિપજયા હતા. જેમાં બચાવવા માટે તેમના પિતા આવતા તેમને પણ છરી મારી દીધી હતી.ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ત્રેણેયના મોત નિપજયા હતા. આ દરમિયાન ટોળાઓ અગાને પકડીને હથિયાર પોલીસને હવાલે કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

murder surendranagar ફુલગ્રામ વઢવાણ સુરેન્દ્રનગર Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ