surat rich parents admission in RTE present forged documents
ગોલમાલ /
સુરતમાં 'ઈંગ્લીશ મીડિયમ' ફિલ્મ જેવી ઘટના સામે આવીઃ RTE હેઠળ માલેતુજાર લોકોના બાળકોને પ્રવેશ
Team VTV11:57 AM, 30 Nov 19
| Updated: 12:17 PM, 30 Nov 19
સુરતમાં ઈરફાન ખાનની 'ઈંગ્લીસ મીડિયમ' ફિલ્મ જેવી ઘટના ઘટી હોવાની શંકા સેવાઈ રહી છે. RTE હેઠળ બોગસ પ્રવેશ થયાની આશંકાને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે લાખો કરોડો ખર્ચવા છતાં બાળકોને સારી સ્કુલમાં પ્રવેશ નથી મળતો ત્યારે માતા-પિતા ગરીબ બાળકોનો હક્ક પણ મારીને પોતાના બાળકને આપી દેતા હોવાનું જાણવા મળ્યુ છે.
સુરતમાં RTE હેઠળ બોગસ પ્રવેશ થયાની આશંકા
ખાનગી શાળાના સંચાલકોએ DEOને કરી રજૂઆત
બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ થયાના આક્ષેપ કર્યા
આજકાલ વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવા માટે માતા-પિતા લોન લેતા કે લાખો-કરોડો ખર્ચતા નથી ખચકાતાં સામે પક્ષે પૈસા ખર્ચવા છતાં જ્યારે માલેતુજારની ઔલાદોને એડમિશન નથી મળતુ તો માતા-પિતા ગરીબ બાળકોનો RTE અંતર્ગત મળતો શિક્ષણના અધિકાર ઉપર પણ તરાપ મારે છે. આ અંગે સુરતમાં ગોલમાલ થઈ હોવાનું સામે આવ્યુ છે.
ખાનગી શાળાઓની રજૂઆત
ખાનગી શાળાના સંચાલકોએ DEOને રજૂઆત કરી છે. જેમાં બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. માલેતુજાર વાલીઓએ બોગસ દસ્તાવેજ રજૂ કરી પ્રવેશ કરાવ્યો હતો.
DEOની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યુ છે ધુપ્પલ?
ખાનગી શાળાઓ દ્વારા શહેરની જુદી-જુદી શાળાઓમાં પ્રવેશના પુરાવા રજૂ કર્યા બાદ પણ DEO દ્વારા તપાસ ન કરતા સંચાલકો નારાજ થયા છે અને આ અંગે કંઈક પગલા લેવાય તે અંગે માંગ કરાઈ રહી છે. સુરતમાં RTE હેઠળ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો છે.