બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat, retired officer, Property worth over Rs 22.58 crore, found, ACB, arrests, son and father

કાર્યવાહી / સુરતમાં નિવૃત અધિકારી પાસેથી મળી આવી રૂ.22 લાખથી વધુની સંપત્તિ, ACBએ ભ્રષ્ટાચારી પિતા સાથે પુત્રની પણ કરી ધરપકડ

Mahadev Dave

Last Updated: 06:24 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવક કરતા વધુ સંપતિના કેસમાં સુરતના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા અને તેના પુત્રની ACB એ ધરપકડ કરી છે.

  • સુરતમાં નિવૃત અધિકારીની ધરપકડ
  • વધુ સંપત્તિના કેસમાં પિતા-પુત્રને દબોચી લીધા
  • 22 લાખની મિલકત ACBએ ટાંચમાં લીધી

સુરતના વધુ એક નિવૃત અધિકારી ACB ના સકંજામાં સપડાયા છે. આવક કરતા વધુ સંપતિના કેસમાં સુરતમાં જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની ACB એ ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ACBએ 22 લાખની મિલકત ટાંચમાં લઈ પિતા-પુત્રને દબોચી લીધા છે. ઉલ્લેખનિય છે કે, આશરે નવ વર્ષ અગાઉ વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ ACBમા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પ્રકરણમાં એસીબીએ તપાસ બાદ એક્શન લીધા છે.

સુરતમાં જમીન વિભાગના નિવૃત અધિકારીની ધરપકડ 
રાજ્યમાં વધુ એક સરકારી બાબુનું કૌભાંડ ખૂલીને બહાર આવ્યું છે. સુરતમાં જમીન વિભાગમાં ફરજ બજાવતા નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા વિરુદ્ધ ACBએ ગાળિયો કસ્યો છે. સુરત ખાતે લેન્ડ ડીપાર્ટમેન્ટમાં ફરજ દરમિયાન વિઠ્ઠલ ડોબરીયાએ મોટા પાયે ગોબાચારી આચરી હોવાની રાવ ઉઠી હતી. આ અધિકારીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યા બાદ તેના પુત્ર અને અન્ય સગા સંબંધીઓના નામે કરોડોની મિલકતો ખરીદી લીધી હોવાના સણસણતા આરોપો લાગ્યા હતા. આ મામલે વર્ષ 2013માં વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ ACBમાં ફરિયાદ દાખલ થઇ હતી. ફરિયાદ બાદ ACB એ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમીયાન જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની આવક કરતા વધુ સંપત્તિ હોવાનું ભોપાળું છતું થયું હતું.

નિવૃત અધિકારી પાસેથી રૂ.22 લાખની વધુ સંપત્તિ મળી આવી
2013ની આ ફરિયાદ બાદ ACB આ પ્રકરણ તપાસ આદરી ભાંડો ફોડી સુરતમાં નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા અને તેના પુત્રને સકંજામાં લીધા છે, અપ્રમાણસર મિલકત અંગેના કેસમાં એસીબીએ એક્શન લેતા અધધ... કહી શકાય તેટલી રૂપિયા 22 લાખની મિલકત મળી આવી હતી જે સંપતિ  ACB એ જપ્ત કરી છે. હાલ ACB બંને પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી અગાળ ધપાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ACB surat અપ્રમાણસર મિલકત ભ્રષ્ટાચારી અધિકારી વિઠ્ઠલ ડોબરીયા સુરત ACB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ