બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / સુરત / Surat DEO office issued notice of BU permission to 52 schools

એક્શન / સુરતની 52 શાળાઓને BU પરમિશનની નોટિસ ફટકારાઇ, સીલની કાર્યવાહી થશે તો 50 હજાર વિદ્યાર્થીને પડશે અસર

Vishnu

Last Updated: 12:06 AM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્યુમન રાઇટ્સ કમિશનમાં થયેલી RTIમાં ખુલાસો થયો કે સુરતની 52 શાળાઓને BU પરમિશન વગર જ ચાલી રહી છે.

  • સુરતની 52 શાળાઓને BU પરમિશન મામલે નોટિસ
  • 52 શાળાઓ પાસે બિલ્ડીંગની BU પરમિશન નથી
  • રમતગમતના પણ શાળાઓ પાસે કોઈ મેદાન નથી

સુરતની  52 શાળાઓ પર બંધ થવાની તલવાર લટકી રહી છે. કોર્પોરેશન બીયુ પરમિશન ફરજિયાત કરે તો શહેરમાં આવેલી 52 શાળાઓ બંધ થવાની શક્યતા છે. સુરતની 52 શાળાઓને BU પરમિશન મામલે નોટિસ પાઠવવામાં આવી છે. હ્યુમન રાઇટ્સ કમિશનમાં થયેલી RTIમાં ખુલાસો થયો છે કે સુરતની 52 શાળાઓ  BU પરમિશન વગર જ ધમધમી રહી છે. આ સ્કૂલો પાસે રમતગમતના કોઈ મેદાન પણ નથી.

શાળાઓ સીલ થશે તો 50 હજાર બાળકોના શિક્ષણને થશે અસર
RTIની વિગતો જાહેર થતા શિક્ષણ નિયામક એક્શન મોડમાં આવી ગયા છે અને સુરત DEO એ 52 શાળાને નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ક્ષતિ પૂર્તતા નહીં થાય તો શાળાઓને કરવામાં સીલ પણ કરવામાં આવશે. અને જો એ પગલું ભરવામાં આવે તો તેની સીધી અસર 50 હજાર બાળકોના શિક્ષણ પર પડશે. આ કાર્યવાહી બાદ 2009 અગાઉની શાળાની મંજૂરીનો મુદ્દો પણ ગૂંચવાઈ શકે છે.

લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય: ફાયર સેફટી અને BU પરમિશન પર HCનો આદેશ
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા  હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ