બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / sukanya samriddhi yojana rules and required documents for opening account check details

કામની વાત / લાડલીના ભવિષ્યને સિક્યોર કરશે મોદી સરકારની આ ખાસ સ્કીમ, ખાતું ખોલાવવા ખાસ ડોક્યુમેન્ટ્સ છે જરૂરી, જાણો નિયમો

Bhushita

Last Updated: 09:07 AM, 31 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવા ઈચ્છો છો તો પહેલા આ નિયમો અને ડોક્યુમેન્ટને જાણી લેવા જરૂરી છે. જાણો શું છે સમગ્ર પ્રોસેસ.

  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવું છે
  • આ ડોક્યુમેન્ટની રહેશે ખાસ જરૂર
  • જાણો શું છે લાડલીના ભવિષ્યને સિક્યોર કરતી ખાસ સ્કીમ 

આજે અમે આપને એવી સ્કીમને વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે ઓછા રૂપિયામાં રોકાણ કરીને વધારે રૂપિયા કમાઈ શકો છો. આ સ્કીમનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજના તમારી દીકરીના ભવિષ્યને સિક્યોર કરે છે અને સાથે જ રોકાણમાં રૂપિયા લગાવવા માટે સારો વિકલ્પ પણ છે. તેનાથી તમને ઈન્કમટેક્સમાં પણ રાહત મળે છે. તો જાણો આ યોજનાની તમામ વાતો.  

જાણો શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
દીકરીને માટે કેન્દ્ર સરકારની આ નાની બચત યોજના છે. તેને બેટી બચાઓ, બેટી પઢાઓ સ્કીમના આધારે લોન્ચ કરવામા આવી છે. નાની બચત સ્કીમમાં આ યોજના સૌથી સારું વ્યાજ આપે છે.  

જાણો કેવી રીતે ખોલાવશો ખાતું
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે પોસ્ટ ઓફિસ કે કર્મશિયલ બ્રાન્ચની શાખાની મદદ લેવી પડે છે. આ યોજનાના આધારેએકાઉન્ટ બાળકીના જન્મ બાદ 10 વર્ષથી પહેલાની ઉંમરમાં ખોલાવી લેવું પડે છે. ચાલુ વર્ષે સુકન્યા સમૃદ્ધિ યોજનાના આધઆરે તમે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
 
આ ડોક્યુમેન્ટ્સ આપવાનું રહેશે જરૂરી
સુકન્યા સમૃદ્ધિ યોજનાના આધારે તમને ફોર્મની સાથે પોસ્ટ ઓફિસ કે બેંકમાં દીકરીના જન્મનું સર્ટિફિકેટઆપવાનું રહે છે. આ સાથે બાળકીના માતા પિતાના આઈડી એટલે કે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, રાશન કાર્ડ, લાયસન્સ ફોન બિલ, લાઈટબિલ જમા કરાવવાના રહે છે.  

ક્યાં સુધી ચાલુ રહેશે ખાતુ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલ્યા બાદ દીકરીના 21 વર્ષના થવા સુધી કે પછી 18 વર્ષની ઉંમર બાદ લગ્ન થાય ત્યાં સુધી ચાલુ રાખી શકાય છે.  

રૂપિયા જમા નહી થાય તો થશે દંડ
જો તમે વર્ષે મિનિમમ 250 રૂપિયા જમા નહીં કરો તો તમારુ એકાઉન્ટ બંધ કરી દેવાશે. જો તમે એકાઉન્ટ ચાલુ રાખવા ઈચ્છો છો તો આ સાથે તમારે તે જ વર્ષે 250 રૂપિયાની સાથએ 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. એકાઉન્ટ ખોલ્યાના 15 વર્ષ સુધીમાં તમે બંધ એકાઉન્ટને રિએક્ટિવેટ કરાવી શકો છો.  

સંકળાયેલા મુદ્દાઓ

Rules Sukanya Samriddhi Yojana documents process ડોક્યુમેન્ટ નિયમ પ્રોસેસ સુકન્યા સમૃદ્ધિ યોજના sukanya samriddhi yojana rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ