બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / રાજકોટ / Suicide Hasmukh Panchani owner restaurant in Rajkot commits suicide cause of death intact

અરેરાટી / રાજકોટની જાણીતી રેસ્ટોરન્ટના માલિકે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, કારણ ચોંકાવનારું

Kishor

Last Updated: 05:06 PM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના પટેલ વિહાર રેસ્ટોરન્ટના સંચાલક હસમુખ પાંચાણીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

  • રાજકોટના જાણીતા રેસ્ટોરન્ટ માલિકનો આપઘાત
  • પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખ પાંચાણીએ કર્યો આપઘાત
  • આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટના જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના સંચાલક હસમુખ પાંચાણીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હસમુખ પાંચાણીએ વહેલી સવારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પોતાના ઘરે ગાળેફાંસો ખાઈને મોત વ્હાલું કરી લીધું હતું. પરિવારના મોભીના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ અંગે પરિવારજનોએ પોલસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જોકે મોતનું કારણ અકબંધ હોવાથી પોલીસે કારણ જાણવાની દિશામાં કાર્યવાહી હાથ છે.

ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ હસમુખ પાંચાણીએ આપઘાત કરી લીધો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા અને પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચલાવતા હસમુખ પુરુષોત્તમભાઇ પાંચાણી નામના 65 વર્ષીય અધેડે અગમ્ય કારણસર આયખું ટૂંકાવ્યું છે. પોતાના ઘરની છતમા ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ હસમુખ પાંચાણીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરોઢીયે તેમના પત્ની જગ્યા હતા જ્યાં આધેડની લટકતી લાશ જોવા મળતા પત્નીના પગ તળેથી જામીન ખસકી ગઈ હતી. આ દરમિયાન રોકકળાટ થતાં પરિવાર અન્ય સભ્યોને જાણ થઇ હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

માલવિયાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો 
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં નિવેદનો નોંધી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં મૃતક હસમુખના સબંધીઓના જણાવ્યા મુજબ હસમુખભાઈ આર્થિક સંકળામણ ભોગવતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે આપઘાત અંગેનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પોલીસ તપાસ બાદ મોત અંગેનું કારણ સામે આવશે. નોંધનિય છે કે, મૃતક હસમુખ પાંચાણી સહીત ત્રણ ભાઇઓમાં હસમુખભાઈ વચેટ હતા. અને હસમુખભાઈને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ