બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Success story of Champaklal maganlal patel owner of mmte india company

પ્રેરણાદાયી / 1 રૂપિયાના કારણે નોકરી છોડી, આજે 1000 લોકોને આપે છે રોજગારી, પટેલ શેઠની પ્રેરણાદાયક કહાની

Vaidehi

Last Updated: 08:36 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવા ગુજરાતીની કહાની કે જેણે 1 રૂપિયા માટે પોતાની નોકરી છોડી દીધી અને એ બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આજે આ કંપની 1000 લોકોને રોજગારી પૂરી પાડે છે. જાણો કોણ છે વલસાડનાં આ બિઝનેસમેન!

  • શેઠે 1 રૂપિયાની સેલેરી ન વધારી તો આ ગુજરાતીએ વેપાર શરૂ કરી દીધો
  • આજે 1000થી વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે તેમની કંપની
  • કરોડોનું નેટવર્થ ધરાવતાં આ ગુજરાતીની કહાની રસપ્રદ

વાપી ગુજરાતનાં એક એવા વ્યક્તિ કે જેણે પોતાના શેઠને 1 રૂપિયો સેલેરી વધારવાની માંગ કરી...શેઠે પગાર ન વધાર્યો એટલે યુવાએ નોકરી છોડી દીધી. આ બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે 10 જેટલા દેશોમાં પોતાની પ્રોડક્ટ ડિલિવર કરે છે અને 1000થી વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. આ વ્યક્તિનું નામ છે ચમ્પકલાલ પટેલ. વાપીમાં GIDCમાં કંપની ચલાવનારા ચમ્પકલાલ પટેલ જ્યારે યુવા હતાં ત્યારે તેમણે પોતાના શેઠને પ્રતિદિવસની સેલેરીમાં 1 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી હતી પણ શેઠ માન્યા નહીં. 

MMTE ઈન્ડિયા નામક કંપની શરૂ કરી
ચમ્પકલાલ મગનલાલ પટેલે વલસાડ જિલ્લાનાં વાપી GIDCમાં MMTE ઈન્ડિયા નામક એન્જિનિયરિંગની કંપની શરૂ કરી. તેમની કંપની વિશ્વસ્તરીય ઓવરહેડ ઔદ્યોગિક ક્રેન બનાવે છે અને 10થી વધારે દેશોમાં આ ક્રેન પહોંચાડે છે. વર્તમાનમાં તેમની કંપનીમાં 1000થી વધારે યુવાનો કામ કરી રહ્યાં છે. તેમનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં થતું હશે. સફળતાનાં શિખરે પહોંચનારા ચમ્પકલાલ પટેલે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 

પરિવારનાં ભરણ-પોષણની જવાબદારી 
વર્ષ 1955માં ચમ્પકભાઈનો જન્મ વલસાડનાં બરાઈ ગામમાં થયો હતો. તેઓ પાંચમા ધોરણમાં ભણી રહ્યાં હતાં જ્યારે તેમના પિતાનું નિધન થયું હતું.  પરિવારનાં ભરણ-પોષણની સંપૂર્ણ જવાબદારી ચમ્પકલાલ પર આવી ગઈ. આ સમયે તેમણે નોકરી કરવાનું શરૂ કર્યું. નોકરીમાં તેમને 15 પૈસા દૈનિક મળતાં હતાં જેથી તે મહિનાનાં 400 રૂપિયા કમાતા હતાં. પણ આ આવકમાં પરિવારનું ભરણ-પોષણ મુશ્કેલ હતું. તેથી તેમણે તેમના શેઠને 1 રૂપિયો સેલેરી કરવા માટે વિનંતી કરી. શેઠની નામંજૂરીથી નિરાશ થઈને ચમ્પકલાલે નોકરી છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

No photo description available.
Photo Courtesy: Facebook

આ રીતે શરૂ કર્યો બિઝનેસ
1978માં તેમણે કંપની માટે શેડ બનાવવાથી મળતાં પૈસાથી ફેબ્રિકેશન ઉપકરણો ખરીદ્યા અને બિઝનેસ શરૂ કર્યો. MMTE INDIA નામક કંપનીએ ઔદ્યોગિક ઓવરહેડ ક્રેન બનાવવાનું શરૂ કર્યું.  ધીમે-ધીમે સફળતા મળી. તેમને વાપી અને પુણેની કંપનીને કામ મળવા લાગ્યું. હાલમાં તેઓ વાપી અને અન્ય જિલ્લામાં 4 એન્જિનિયરિંગ કંપનીઓ ચલાવે છે.

વધુ વાંચો: ગિફ્ટ સિટીને બનાવાશે સપનાઓનું શહેર: રિવરફ્રન્ટથી લઈને હેલ્થ અને એજ્યુકેશન માટે મોટી જાહેરાત
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ