ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / subhaspa leader explain about alliance with BJP in Uttar Pradesh

ઉત્તર પ્રદેશ / 'રાજકારણમાં બંધુ સંભવ છે' ભાજપ સાથે ગઠબંધન મામલે સુભાસપા અધ્યક્ષે કર્યો ખુલાસો

Published By: Mahadev Dave

Last Updated: 06:00 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાથે ગઠબંધનને ચર્ચા એટલી વાયરલ થઇ કે તેને લઈને સુભાસપા પક્ષના નેતા રાજભરે ખુલાસો આપવો પડ્યો છે. તેઓએ કહ્યું કે બધા માટે દરવાજા ખુલ્લા છે,

ADVERTISEMENT

  • યુપીમાં ભાજપ સાથે ગઠબંધન મામલે ખુલાસો
  • સુભાસપાના અધ્યક્ષએ કહ્યું કે બધા માટે દરવાજા ખુલ્લા છે
  • યુપીના cm યોગી સાથે મુલાકાતની ચર્ચાએ જોર પકડ્યું હતું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત અને ભાજપ સાથે ગઠબંધનની ચર્ચાઓ પર સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે નિવેદન આપ્યું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ભાજપ સાથે ગઠબંધનને લઇને નિવેદન આપ્યું છે, તેઓએ જણાવ્યું કે રાજકારણમાં બધુ સંભવ છે. બધા માટે અમારા દરવાજા ખુલ્લા છે. કોઇને મનાઇ નથી અને મારી કોઇ ડિમાન્ડ પણ નથી. બધુ અમારી મરજી પ્રમાણે ન થાય અને અમે કોઇની બધી વાત સ્વીકારી શકીએ નહીં. બંને પક્ષે સાથે મળીને ચાલવું જોઇએ. 

અમારી ઇચ્છા છે કે દિલ્હીમાં અમારી હાજરી હોય

રાજભર શુક્રવારે પોતાના ઓળખીતા ભાજપના એક નેતા સાથે મુલાકાત કરવા માટે ભદોહી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભાજપ સાથે ગઠબંધનને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સવાલો પર તેઓએ જણાવ્યું કે યુપીમાં એ સ્થિતિમાં નથી તો દિલ્હીની વાત કેમ કરવી. અમારે દિલ્હીમાં સરકાર નથી બનાવવાની પરંતુ અમારી ઇચ્છા છે કે દિલ્હીમાં અમારી હાજરી હોય. 

સર્કીટ હાઉસમાં યોગી સાથે રાજભરે મુલાકાત કરી હોવાની ચર્ચા 

તો યોગી આદિત્યનાથ સાથે વાતચીતની ચર્ચાઓ પર રાજભરે કહ્યું કે તેમની સાથે કોઇ મુલાકાત થઇ નથી. સર્કિટ હાઉસમાં અમારા બંનેના સાથેનું સાથે રોકાણ કરવું એક આકસ્મિક સંજોગ છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ગુરુવારે પોતાના વારાણસીના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ ધારાસભ્ય નીલકંઠ તિવારીના ભાઇના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ પ્રસંગમાં હાજરી આપતાં પહેલા તેઓ સર્કિટ હાઉસમાં ગયા હતા. એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાજભરે અહીં જ ઓમ પ્રકાશ રાજભરે તેમની સાથે અંદાજે 25 મિનિટ સુધી વાતચીત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

BJP CM Yogi Adityanath politics subhasapa up ઉત્તર પ્રદેશ ગઠબંધન ભાજપ યોગી આદિત્યનાથ UP Politics news

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ