બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / study revealed that exercising before breakfast burns twice more fat than after

હેલ્થ / શરીરની ચરબી ઝડપથી ઓગાળવી છે તો બ્રેકફાસ્ટ પહેલા એકસર્સાઇઝ કરો

Published By: Mehul

Last Updated: 12:07 AM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઉતારવા જે લોકો સવારે પરસેવો પાડી રહ્યા છે તેઓ બ્રેકફાસ્ટ પહેલા એકસર્સાઇઝ કરે તો ચરબી બમણી ઝડપે ઓગળે છે તેવું એક નવા સંશોધનમાં બહાર આવ્યું છે. ક્લિનિકલ એન્ડ્રોક્રાઇનોલોજી એન્ડ મેટાબોલિઝમ જર્નલમાં પબ્લિશ સંશોધન અનુસાર બર્મિંગહામ અને બાથ યુનિવર્સિટીના સંશોધકોએ ઓવરવેઇટ લોકોને ત્રણ ગ્રુપમાં વહેંચી નાખ્યા હતા.

  • સંશોધન : બ્રેકફાસ્ટ પહેલા એકસર્સાઇઝ કરાય તો ચરબી બમણી ઝડપે ઓગળે છે
  • શરીર સામાન્ય રીતે પહેલા કાર્બોહાઇડ્રેટસના સ્વરુપે જમા કેલેરીને ઉર્જા તરીકે વાપરે છે
  • બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટિશનો ખતરો ઘટે છે

જેમાં એક ગ્રુપને બ્રેકફાસ્ટ કરીને અને બીજા ગ્રુપને બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાનું કહ્યું. જયારે ત્રીજા ગ્રુપને તેમની રોજિંદી જિંદગી જેમ જીવતા હોય તેમ જીવવા કહેવાયું હતું. પહેલા અને બીજા નંબરના ગ્રુપના લોકોને એક સરખી 60 મિનિટ સાયકલિંગની એકસર્સાઇઝ કરવાનું કહેવાયું. છ અઠવાડિયા પછી સંશોધકોએ નોંધ્યું કે બ્રેકફાસ્ટ કર્યા વિના સાયકલિંગ કરનાર ગ્રુપના લોકોના શરીરની ચરબી બ્રેકફાસ્ટ કરીને સાયકલિંગ કરનાર લોકો કરતા બે ગણી વધુ બળી હતી. 

શરીર સામાન્ય રીતે પહેલા કાર્બોહાઇડ્રેટસના સ્વરુપે જમા કેલેરીને ઉર્જા તરીકે વાપરે છે. બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરતાં લોકોમાં કાર્બોહાઇડ્રેટસ પુરતા પ્રમાણમાં ન મળતા શરીર ફેટ એટલે કે ચરબીને બાળીને ઉર્જા મેળવે છે. સંશોધકોના મતે બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાના અન્ય પણ કેટલાક ફાયદા છે. તેનાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટિશ થવાનો ખતરો પણ નોંધપાત્ર રીતે ઘટે છે. 

બ્રેકફાસ્ટ પહેલાની એકસર્સાઇઝથી ઇન્સ્યુલિનની કામગીરી વધુ સારી રીતે થાય છે, જેના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ મળે છે. જયારે બ્રેકફાસ્ટ બાદ એકસર્સાઇઝ કરનારા લોકોમાં ઇન્સ્યુલિનની કામગીરી એકસર્સાઇઝ નહીં કરનારા લોકો જેવી સામાન્ય જણાઇ હતી. 

સંશોધકો કહે છે કે એ તમે કયારે ખાવ છે અને કયારે એકસર્સાઇઝ કરો છો તેની તમારા આરોગ્ય પર ઘણી અસર પડે છે.ખાસ કરીને જેમને વજન ઘટાડવું છે તેમણે સવારની એકસર્સાઇઝ કંઇ પણ ખાધા વિના કરવી જોઇએ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Breakfast Health News exercise lifestyle lifestyle news study ગુજરાતી ન્યૂઝ Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ