બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Students' health will be checked in Gujarat

આરોગ્ય વિભાગ / ગુજરાતના દોઢ કરોડ વિદ્યાર્થીનું થશે હેલ્થ ચેકિંગ, આ બાળકોને લાખો રૂપિયાની મળશે મફત સારવાર

Shyam

Last Updated: 11:48 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 18 વર્ષ સુધીના દોઢ કરોડ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી માટેનો નિર્ણય, ચકાસણીમાં જે વિદ્યાર્થી ગંભીર બીમારી ધરાવતો હશે. તેના માટે મફત સારવાર પૂરી પાડશે

  • ગુજરાતમાં વિદ્યાર્થીઓના આરોગ્યની થશે ચકાસણી
  • 18 વર્ષ સુધીના દોઢ કરોડ વિદ્યાર્થીઓના આરોગ્યની થશે ચકાસણી
  • ગંભીર બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને મળશે મફત સારવાર

ગુજરાતમાં સરકાર આરોગ્ય વિભાગના માધ્યમથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓના સ્વાસ્થયની ચકાસણી કરશે. 18 વર્ષ સુધીના દોઢ કરોડ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી માટેનો નિર્ણય કરાયો છે. આ ચકાસણીમાં જે વિદ્યાર્થી ગંભીર બીમારી ધરાવતો હશે. તેમના માટે સરકાર વ્યવસ્થા બનાવીને મફત સારવાર પૂરી પાડશે. આ સમગ્ર મામલે રાજ્યકક્ષાની સ્ટીયરિંગ કમિટીમાં સમીક્ષા કરાઈ હતી. ગુજરાતમાં આરોગ્ય વિભાગનો હવાલો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે છે. 

આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓની ચકાસણી થશે. જેમાં 18 વર્ષ સુધીના શાળાએ જતા અને ન જતા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. તમામ ડિગ્રીના વિદ્યાર્થીનો સમાવેશ થઈ જશે. આ કાર્યક્રમમાં વિના મૂલ્ય સારવાર આપવાનો પણ નિર્ણય કરાયો છે. જેમાં હ્રદય, કેન્સર, કીડની જેવી બીમારીની પણ મફત સારવાર કરાશે. તો સાથે એ પણ જણાવ્યું કે, કેટલાક કેસમાં બાળકોમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે. આવા કેસમાં જે વિદ્યાર્થીઓનું નિદાન 18 વર્ષ પહેલા થયું હશે. અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 18 વર્ષ પછી કરવાનું હોવાથી તેમને પણ મફત સારવાર અપાશે. 

મહત્વનું છે કે, વર્ષ-2019-20માં વિદ્યાર્થીઓનું આરોગ્ય ચકાસણી થઈ હતી. પરંતુ કોરોના સંક્રમણના કારણે 2020-21નો કાર્યક્રમ થયો નહોતો. પરંતુ હવે 2021-22 દરમિયાન આ કાર્યક્રમ ફરી યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ