Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વડોદરા / MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી, તમામ મતદાન મથકો પર થ્રી-લેયર સુરક્ષા

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી, તમામ મતદાન મથકો પર થ્રી-લેયર સુરક્ષા

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ રહી છે. જેને લઇ તમામ મતદાન મથકો પર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. મતદાનથી મતગણતરી સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આ સાથે તમામ મતદાન મથકો પર CCTV કેમેરા અને વીડિયો ગ્રાફી કરી દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટ્સ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતા. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

UGSના ઉમેદવાર સલોની મિશ્રાનો વીડિયો વાયરલ

જ્યારે UGSના ઉમેદવાર સલોની મિશ્રાનો વીડિયો વાયરલ થયો છે. સલોની મિશ્રાએ વ્રજ પટેલ પર સવાલ ઉઠાવ્યા છે અને નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા કહ્યા છે. સાથે જ કહ્યું કે, તેમને કામ કરવું નથી.ૉ અને અન્ય કોઈને કામ કરવા દેવું પણ નથી. આ ચૂંટણીમાં વ્રજ પટેલ સલોની મિશ્રાને સમર્થન કરી રહ્યા છે. NSUI અને જય હો ગ્રુપ ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહ્યા છે. જોકે ચૂંટણી સમયે જ બન્ને ગ્રુપ વચ્ચે ફૂટ પડી છે.

આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ એન.એસ.યુ.આઇ. અને જય હો ગઠબંધન અને એજીએસજી તેમજ વીવીએસના ગઠબંધન વચ્ચે છે. એ.બી.વી.પી. પણ ચૂંટણી મેદાનમાં છે. પરંતુ કેમ્પસનો માહોલ જોતા એ.બી.વી.પી. ચૂંટણી રેસમાં નથી. આજની ચૂંટણીમાં મતદાન ઓછું થાય તેવી ડર ઉમેદવારોને છે. ત્યારે બપોરે 2 કલાક સુધીમાં કેટલું મતદાન થાય તે જોવું રહ્યું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ