ભારતનું એક એવુ સ્થળ જ્યાં કોર્ટ કે પોલીસ નથી પણ એક મૂર્તી કરે છે ફેંસલો...

By : kavan 03:30 PM, 02 January 2018 | Updated : 03:30 PM, 02 January 2018
ભારતના છત્તીસગઢ રાજ્યના બિલાસપુર શહેરના મગરપારા ક્ષેત્રમાં હનુમાનજીનું એક એવુ મંદિર આવેલ છે જ્યાં તમામ પ્રશ્નોનો ઉકેલ હનુમાનજી કરે છે.

બિલાસપુરમાં આવેલ બજરંગી પંચાયત નામથી જાણીતી બનેલ આ જગ્યા પર છેલ્લા 80 વર્ષથી વિવાદોનો ફેંસલો હનુમાનજી સંભળાવે છે. આ મંદિરના પ્રમુખના જણાવ્યા અનુસાર આ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો પોતાની અનેક સમસ્યા લઇને આવે છે અને તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ હનુમાનજી કરે છે.

મંદિરનો ઇતિહાસ
આશરે 80 વર્ષ પહેલાં સુખરૂ નામનો વાણંદ હનુમાનજીનો ઉપાસક હતો અને તેણે પીપળના ઝાડની પાછળ એક ચબૂતરા નીચે હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરી હતી.અંતે આ સ્થળ પર 1983માં મંદિર બનાવવામાં આવ્યું.

ત્યારથી આ વિસ્તારની આસપાસમાં રહેતાં લોકો પોતાની તમામ સમસ્યા લઇને અહીં આવે છે અને તેમની સમસ્યાનું સમાધાન હનુમાનજી કરી આપે છે. આ સ્થળના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.  Recent Story

Popular Story