અમદાવાદ / સાહેબ શેરના ભાવ દસ ગણા થઈ જશે આવી લાલચના ફોનથી ચેતજો, આ કિસ્સો સાંભળી ચોંકી જશો

stock market invest gangs fraud call center ahmedabad

અમદાવાદમાં વીમા પોલીસી બંધ થઇ ગયેલે છે તેમ જણાવી શેરબજારમાં નાણા રોકવાથી વધુ વળતર આપવાની લાલચ આપીને લોકો પાસેથી લાખો રુપિયાની ઠગાઇ કરતું કોલસેન્ટરનો પર્દાફાશ સાયબર ક્રાઇમ વિભાગે કર્યો છે. પોલીસે દિલ્હીથી પાંચ ચીટરોની ધરપકડ કરી છે. ત્રણ મહિનામાં શેરનો દસ ગણો ભાવ થઇ જશે તેમ કહીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ ચિંટીગ આચરતા હતા. ગઇકાલે સાયબર ક્રાઇમે નોકરીની લાલચ આપીને ચિંટગ કરતી બે અલગ અલગ ગેંગીન ધરપકડ કરી હતી જેમાં 9 લોકોની દિલ્હીથી ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ