બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ટેક અને ઓટો / Status of WhatsApp is coming with a powerful feature! Tell me what is the matter

ટેક નૉલેજ / WhatsApp ના સ્ટેટ્સને લઈને આવી રહ્યું છે જોરદાર ફીચર! જાણીને કહેશો શું વાત છે

Megha

Last Updated: 04:13 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળતી માહિતી મુજબ WhatsAppમાં નવું અપડેટ આવવા જઈ રહ્યું છે અને એ ફેરફાર મુજબ યુઝર્સને સ્ટેટસ અપલોડ કરવા માટે હવે એક નવો વિકલ્પ મળશે.

  • WhatsApp ફરી લઈને આવી રહ્યું છે જોરદાર ફીચર
  • યુઝર્સને સ્ટેટસ અપડેટ કરવા માટે હવે એક નવો વિકલ્પ મળશે
  • યુઝર્સ સ્ટેટસ પર મૂકી શકશે ઓડિયો 

આજકાલ લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન હોય છે અને એ સ્માર્ટફોનમાંથી મેસેજ કે કોલ્સ કરવા માટે લગભગ દરેક લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. એવામાં વોટ્સએપને વધુ સારું બનાવવા માટે કંપની થોડા થોડા સમયે નવા ફીચર્સ અપડેટ કરતી રહે છે. આ અપડેટેડ ફીચર્સનો હેતુ વોટ્સએપના યુઝર્સ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ બનાવવાની સાથે સાથે વધુને વધુ યુઝર્સ સાથે કનેક્ટ કરવાનો હોય છે.  જે લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે એમને સ્ટેટ્સ ફીચરનો પણ ઉપયોગ કર્યો હશે અને એ બધા જાણતા હશે કે આમાં યુઝર્સ માત્ર વીડિયો અને ટેક્સ્ટ અપડેટ કરી શકે છે. મળતી માહિતી મુજબ હવે તેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અને એ ફેરફાર મુજબ યુઝર્સને સ્ટેટસ અપડેટ કરવા માટે હવે એક નવો વિકલ્પ મળશે.

યુઝર્સ સ્ટેટસ પર મૂકી શકશે ઓડિયો 
આપણે બધા જાણીએ જ છીએ કે અત્યાર સુધી વોટ્સએપ યુઝર્સ તેમના સ્ટેટસમાં માત્ર ટેક્સ્ટ અને વીડિયો અને ફોટો જ મૂકી શકતા હતા પણ હવે તેમાં એક નવું ફોર્મેટ પણ સામેલ કરવામાં આવ્યું છે અને એ છે ઓડિયો. એટલે કે હવે યુઝર્સ વોટ્સએપ પર ફોટો, વીડિયો અને ટેક્સ્ટની સાથે ઓડિયોનો પણ અપલોડ કરી શકશે. આ ફીચર હાલમાં જ જોવામાં આવ્યું છે અને હાલ એ ફીચર ટેસ્ટિંગ મોડમાં છે પણ ટૂંક સમયમાં તેએપ પર જોવા મળશે. હાલ સુધી આ ફીચર iOS વર્ઝન પર જોવામાં આવ્યું છે અને યુઝર્સ તેમના સ્ટેટસમાં 30 સેકન્ડનો ઓડિયો એડ કરી શકશે. 

ઓડિયો સ્ટેટસ અપલોડ કરો 
જણાવી દઈએ કે આ ફીચરનો ઉપયોગ કરીને હવે યુઝર્સ માત્ર પોતાનો અવાજ રેકોર્ડ કરીને સ્ટેટસ અપડેટ કરી શકશે. આ સાથેજ તમારા કોન્ટેકમાં રહેલ દરેક વ્યક્તિ આ સ્ટેટસ સાંભળી શકે છે. જોકે યુઝર્સ માત્ર 30 સેકન્ડનું સ્ટેટસ અપલોડ કરી શકે છે, આ કિસ્સામાં યુઝર્સે એ જ સમયગાળાનું સ્ટેટસ બનાવીને સ્ટેટ્સમાં મૂકવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ