બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / status of pmjdy in india and number of accounts holders jandhan

કામની વાત / આ કારણે PM મોદીની આ ખાસ સ્કીમનો લાભ લેનારામાં મહિલાઓની સંખ્યા વધારો, જાણો સ્કીમ વિશે વિગતે

Bhushita

Last Updated: 09:07 AM, 14 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીની જનધન યોજનામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર નથી અને તેથી મહિલાઓ આ યોજનાનો વધારે લાભ લે છે.

PMJDYમાં મિનિમમ બેલેન્સની જરૂર નથી
ચેકબુક રાખશો તો મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું રહે છે
PM મોદીની સ્કીમમાં મહિલાઓની ભાગીદારી વધારે


આવી છે યોજનામાં ભાગ લેનારાની સ્થિતિ

PM મોદીની મહાત્વાકાંક્ષી યોજનાઓમાંની એક આ જનધન યોજના છે. તેનો ઉપયોગ પુરુષો કરતાં મહિલાઓ વધારે કરી રહી છે. સ્થિતિ એ છે કે આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવામાં મહિલાઓએ બાજી મારી છે. હાલના સ્ટેટસ અનુસાર પ્રધાનમંત્રી જનધન યોજનામાં 27 જાન્યુઆરી 2021 સુધી કુલ 41 કરોડ 75 લાખ ખાતા ખોલાયા છે. તેમાંથી અડધા એટલે કે 23 કરોડ 12 લાખ 26 હજાર 199 મહિલાઓએ ખોલાવ્યા છે. તો 18 કરોડ 62 લાખ 72 હજાર 077 ખાતા પુરુષોએ ખોલાવ્યા છે. એચલે કે મહિલાઓની સંખ્યા 50 ટકાથી પણ વધારેની છે. 

આ સ્કીમમાં મળી રહ્યા છે કેટલાક ખાસ ફાયદા પણ

આ યોજનામાં એક તરફ પહેલાં સરકાર અનેક ફાયદા આ ખાતું ખોલતી સમયે આપી રહી છે ત્યાં થોડા સમયછી એસબીઆઈએ જનધન ખાતા ધારકોને 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડન્ટ ઈન્શ્યોરન્સ કવર આપવાની જાહેરાત પણ કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે એસબીઆઈએ રૂપે જનધન કાર્ડને માટે અરજી કરવાની રહે છે. આ પછી ખાતામાં મિનિમ બેલેન્સને પણ મેન્ટેન કરવાની જરૂર રહેશે નહીં. જો તમે ખાતાની ચેકબુક રાખો છો તો તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. 

જાણી લો જનધન ખાતું ખોલાવવાના ફાયદા પણ

જનધન એકાઉન્ટ પણ સેવિંગ્સ એકાઉન્ટની જેમ કામ કરે છે. તમે ઈચ્છો તો તમારું એક ફોર્મ આપીને બેંક ખાતાને  જનધન એકાઉન્ટમાં ફેરવી શકો છો. જનધન ખાતાનો મોટો ફાયદો એ પણ છે કે તમે ઓવર ડ્રાફ્ટની મદદથી તમારા ખાતાથી 10,000થી વધારે રૂપિયા કાઢી શકો છો. આ સુવિધા જનધન ખાતાના થોડા મહિના સુધી કાયમ રહ્યા બાદ મળે છે. આ સાથે તમને વીમો, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું પણ સરળ રેહે છે. સરકારી યોજનાના ફાયદો સીધો ખાતામાં મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Accounts India PM modi Utility Women pmjdy ખાતા જનધન યોજના ભારત મહિલાઓ લાભ સ્કીમ PMJDY
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ