બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Statement by Congress leader Arjun Modhwadia regarding Hardik Patel displeasure with Gujarat Congress

શિસ્તભંગ / કોઈએ પાર્ટીની બહાર જવું હોય તો નિર્ણય કરી લે, નારાજ હાર્દિક પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની તીખી પ્રતિક્રિયા

Vishnu

Last Updated: 05:24 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલની નારાજગી પર આપ્યા તીખા નિવેદનો

  • હાર્દિક મુદ્દે મોઢવાડિયાની તીખી પ્રતિક્રિયા
  • હાર્દિક લક્ષ્મણ રેખા ન ઓળંગે- મોઢવાડિયા
  • પદ પછી સન્માન મળે તે જરૂરી નથી- મોઢવાડિયા

હાર્દિક પટેલના નાટક ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.. અને તે મગનું નામ મરી નથી પાડી રહ્યો. ભાજપમાં જવાની વાતો તો ખુબ પહેલાથી થઈ રહી છે.અત્યાર સુધી દૂર-દૂર રહી વાહવાહી કરી રહેલા હાર્દિકે ફરી કોંગ્રેસથી નારાજ હોવાનો ખુલ્લીને બળાપો કાઢ્યો.અને કોંગ્રેસની ચિંતન શિબિરમાં ન જવાના તારણો આપ્યા. તેવામાં હવે કોંગ્રેસે પણ પાર્ટીની બદનામી કરવા બદલ પગલા ભરવાની તૈયારી કરી લીધી છે.

કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ: અર્જુન મોઢવાડીયા
વિવાદ વકરાતા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. એક બાદ એક નેતા હાર્દિક સામે આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે અને શિસ્ત ભંગની કાર્યવાહીનો અંદેશો પણ આપી રહ્યા છે.હાર્દિક પટેલની નારાજગી મુદ્દે અર્જુન મોઢવાડિયાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમને સ્પષ્ટ રીતે વાત મૂકતાં કહ્યું છે કે કાર્યકરો કે આગેવાનોએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં. લક્ષ્મણ રેખામાં ન રહે તો પક્ષ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે. કોંગ્રેસ કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈને રોકતુ નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ. હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી. હાર્દિક પટેલે જવાબદારી નિભાવવી જોઈએ. 

હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે: પૂર્વ પ્રદેશપ્રમુખે માર્યો ટોણો
હાર્દિકની નારાજગી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું કે, 'હાર્દિક પટેલ અંગે હાર્દિકને પૂછવું જ યોગ્ય કહેવાય. કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે. જ્યારે જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે. કોંગ્રેસ બંધારણ પ્રમાણે નેતૃત્વ નિર્ણય કરશે. હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.'

શિસ્ત ભંગની કાર્યવાહી થશે તેવા એંધાણ
પાટીદાર યુવા મોટો ચહેરો અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સતત ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને ટાર્ગેટ કરી રહ્યા છે. એક બાદ એક બાદ નિવેદનો આપી હાર્દિક કોંગ્રેસની નારાજ હોવાનું રટણ કરી રહ્યો છે. રાહુલ ગાંધીને ફરિયાદ કરી નિવેડો લાવવાની વાત કરી રહ્યો છે પણ હવે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ પણ હાર્દિક પટેલ સામે બાયો ચડાવી છે. પાર્ટીમાં શિસ્તભંગ મુજબ હાર્દિક પટેલ પર કોઈ મોટી કાર્યવાહી થશે તેવા એંધાણ વર્તાઇ ચૂક્યા છે.

હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતાઃ જગદીશ ઠાકોર
હાર્દિક પટેલથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. કારણ કે હાર્દિક પટેલ જાહેરમાં નિવેદન આપી નારાજ હોવાની વાતો વહેતી કરે છે. જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈ કાલે પ્રતિક્રિયા આપતા કહ્યું  હતું કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા, હાર્દિક કોઇ પણ પ્રકારનો સંવાદ નથી કરતા. આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો રચાઇ ગયો છે. હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ  શિસ્ત ભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ સુધીના પગલાં લઈ શકે છે.

કોંગ્રેસે હાર્દિકને નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી: અમિત ચાવડા
તો સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્દિક પટેલને ટકોરની ભાષામાં કહ્યું છે કે નિમંત્રણ હોવા છતાં ચિંતન શિબિરમાં હાર્દિક કેમ નથી આવ્યા તે હું નથી જાણતો પણ કોંગ્રેસે નાની ઉમંરમાં હાર્દિકને સૌથી મોટી જવાબદારી સોંપી છે. ત્યારે હવે હાર્દિકને સમજવાની જરૂર છે કે આ જવાબદારી શિરે લઈ પાર્ટી માટે સારું કરે. 

અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી: હાર્દિક
આ સિવાય હાર્દિકે કોંગ્રેસથી નારાજગી મુદ્દે જણાવ્યું કે, "જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'

કયા સુધી નારાજના નાટક ચાલતા રહેશે?
મહત્વનું છે કે, હાર્દિક પટેલે તેના પિતાની પુણ્યતિથિ પર ખુબ મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આમંત્રીત કર્યા હતા.અને આ દરમિયાન નારાજગી દૂર થઈ હોય તેવું નિવેદન આપ્યું હતું.પરંતુ તે નારાજગી દુર થયાના દેખાવો ફરી નાટક સાબિત થયાં. અને ફરી કોંગ્રેસને નીચી બતાવવાના પ્રયાસો કરી રહ્યો.ત્યારે જોવાનું એ રહેશે કે, હાર્દિક ક્યાં સુધી પોતાના નાટકો કરતો રહેશે. અને ક્યારે તે જાહેર કરે છે કોંગ્રેસ છોડીને ક્યાં જાય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ