બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / આરોગ્ય / Start this household experiment from today, you will get instant relief from cough

હેલ્થ ટિપ્સ / આજથી જ શરૂ કરી દો આ ઘરગથ્થુ પ્રયોગ, ઉધરસમાંથી ફટાફટ મળશે મુક્તિ

Pravin

Last Updated: 06:14 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. ત્યારે દવાઓ સિવાય તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને પણ રાહત મેળવી શકો છો.

લવિંગ અને મધ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે આપે છે રક્ષણ 
થોડા જ દિવસોમાં દૂર કરી દેશે ઉધરસ 

આ જ કારણ છે કે આ સિઝનમાં મોટાભાગના લોકો શરદી, ઉધરસ, તાવ અને ફ્લૂ જેવી બીમારીઓનો શિકાર બને છે. ખાસ કરીને આ ઋતુમાં ખાંસી મોટી સમસ્યા બની જાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 
 
લવિંગ અને મધ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઘરેલું ઉપાયમાંથી એક ઉપાય છે શેકેલી લવિંગ અને મધ. આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  

બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે આપે છે રક્ષણ 
લવિંગ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી લઈને દાંતના પોલાણને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેની ગરમતાને કારણે, લોકો શિયાળામાં તેનો ખૂબ ઉપયોગ કરે છે. જ્યાં લવિંગ શરદી, અને કફથી રાહત આપે છે, તો બીજી તરફ ઉધરસથી છુટકારો અપાવવા માટે પણ તે સારો ઉપાય છે. આટલું જ નહીં, જો તમે શેકેલી લવિંગ અને મધના મિશ્રણનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમે  ઉધરસથી પણ છુટકારો મેળવી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મધ અને શેકેલી લવિંગના મિશ્રણનો ઉપયોગ કેવી રીતે કરવો.

આવી રીતે કરો ઉપયોગ 
-સૌ પ્રથમ 4 થી 5 લવિંગ લો અને તેને ધીમી આંચ પર શેકી લો.
-ત્યાર બાદ શેકેલી લવિંગને પીસીને તેમાંથી પાવડર બનાવી લો.
-હવે તેમાં એક ચમચી મધ મિક્સ કરો.
-પછી દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.
-તેને રોજ પીવાથી તમારી ઉધરસ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
- તેના સેવનથી માત્ર ઉધરસ જ નહીં પરંતુ ગળામાં દુખાવો, શરદી, અને બંધ નાકમાં પણ રાહત મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ