ભયંકર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિથી પસાર થઈ રહેલ શ્રીલંકામાં અત્યાર સુધીના સૌથી ખતરનાક આદેશ આપવામાં આવ્યા છે.
લંકા થઈ લોહીલુહાણ
રસ્તા પર અસામાજિક તત્વો દેખાતા જ ગોળી મારી દેવાશે
ઠેર ઠેર હિંસા અને આગચંપી
શૂટ એટ સાઇટ
શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરાયા બાદ પણ લોકો હિંસાને રોકી રહ્યા નથી, આખા દેશમાં ઠેર ઠેર આગ ચંપીની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં વિરોધને દબાવવા માટે સરકારે જોતાં જ ગોળી મારી દેવાના આદેશ દેશની સેનાને આપ્યા છે.
સોમવારે મોટા મોટા નેતાઓના ઘર સળગાવાયા
નોંધનીય છે કે શ્રીલંકામાં પ્રધાનમંત્રીના રાજીનામાં બાદથી હિંસા ખૂબ વધી ગઈ છે. રાજીનામું આપનાર પૂર્વ PMના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે થયેલ હિંસામાં એક સાંસદ સહિત કુલ 5 લોકોના મોત થયા હતા.
રાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે કે લોકો ગમે તે પાર્ટીના હોય તે તાત્કાલિક હિંસાને રોકે, નાગરિકોની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે.
House of just-resigned PM of Sri Lanka Mahinda Rajapaksa burnt down. Houses of many MPs also have been burnt down. pic.twitter.com/oq10kRoiEj
પૂર્વ પીએમ દેશ છોડીને ભાગશે?
લોકો કહી રહ્યા છે કે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે દેશ છોડીને ભાગી શકે છે ત્યારે તેમના દીકરા નમલે મીડિયાને જાણકારી આપી હતી કે મારા પિતા સુરક્ષિત છે છે તેઓ પરિવાર સાથે વાત કરી રહ્યા છે. તેઓ ક્યાંય જવાના નથી.
કેમ થઈ આવી હાલત?
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, લોકોને ખાવાના પણ ફાંફાં પડ્યા હતા તે બાદ દેશમાં સરકાર સામે હિંસક પ્રદર્શન થયા અને ભારે દબાણ બાદ પ્રધાનમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ચાર દિવસ પહેલા જ દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ભારત પણ આ પરિસ્થિતિમાં શ્રીલંકાને બનતી સંપૂર્ણ મદદ પહોંચાડી રહ્યું છે.