બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Soon the name of the new DGP of Gujarat will be officially announced, know which officials are in the race
Priyakant
Last Updated: 04:05 PM, 28 January 2023
ADVERTISEMENT
આગામી 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે લાંબી ચર્ચા વિચારણા બાદ આગામી DGP માટે ગુજરાત સરકાર દ્વારા છ પોલીસ અધિકારીઓના નામની પેનલ UPSC માં મોકલવામાં આવી હતી. આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે. જોકે હવે રાજ્યના નવા પોલીસવડાને લઈ ટૂંક સમયમાં નિર્ણય થશે.
નવા DGPના નામની ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે હવે નવા DGPના નામની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. જેમાં અતુલ કરવાલ DGPની રેસમાં મોખરે છે. મહત્વનું છે કે, અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે. આ સાથે વિકાસ સહાય પણ DGP બનવાની રેસમાં છે. વિકાસ સહાય હાલ DGP ટ્રેનિંગ તરીકે કાર્યરત છે.
ADVERTISEMENT
આ સાથે સિનિયોરીટી પ્રમાણે CBIના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવીણ સિંહા પણ DGPની રેસમાં છે. પ્રવિણ સિંહા 1988 બેંચના IPSછે. તો CID ક્રાઈમ વૂમન સેલના DG અનિલ પ્રથમનું નામ પણ DG તરીકે ચર્ચામાં છે. આ સથે સુરત પોલીસ કમિશનર અજય તોમર પણ DGPની રેસમાં છે.
DGP આશિષ ભાટિયાને આપ્યું હતું એક્સટેન્શન
મહત્વનું છે કે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનુ એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ છે. એ પણ જણાવી દઈએ કે શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.
બે IPS અધિકારીઓને અપાઈ હતી બઢતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજતરમાં એક નોટિફિકેશન જાહેર કરીને ગુજરાત કેડરના બે IPS અધિકારીને બઢતી આપી હતી, જેમાં રેન્જ આઈજી પીયૂષ પટેલ એડિશનલ DGP તરીકે, જ્યારે પ્રેમવીર સિંહને આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.