પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ-સામે
પ્રબોધસ્વામીના સમર્થકો યોજશે મહાસંમેલન
પ્રબોધસ્વામીને ગાદી પર બેસાડવા કરશે માગ
સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ દિવસ જાય તેમ ઉગ્ર બની રહ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિર આસ્થાને બદલે વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી જે માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. ત્યારે હવે ફરી એકવાર ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ સામે આવી ગયુ છે.
પ્રબોધસ્વામીને ગાદીએ બેસાડવા માગ
પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ સામે આવી ગયુ છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ બે જૂથમાં વહેંચાઇ ગયા છે. ત્યારે પ્રબોધસ્વામીના સમર્થકો મેદાને ઉતરશે. સમર્થકો 51 હજાર કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજશે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભગતજી પ્રદેશ વડોદરામાં આ મહાસંમેલન યોજાશે.
જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ
ગાદી પર કોણ બેસશે તે તો હજુ કંઇ નક્કી થયુ નથી પરંતુ હવે સમર્થકો શક્તિ પ્રદર્શન યોજીને ગાદી પર બેસાડવા માટેની માગ કરશે. પ્રબોધસ્વામીના હરિભક્તો દ્વારા મહાસંમેલન યોજીને ગાદી પર બેસાડવાની માગ કરવામાં આવશે. તેઓનો આરોપ છે કે પ્રેમ સ્વરુપ સ્વામીના બાઉન્સરો દ્વારા કનડગત કરવામાં આવે છે. ત્યારે મહાસંમેલનને લઇને હરિભક્તોએ આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી.
શું છે સોખડા ગાદીનો વિવાદ ?
સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોને મંદિરના સફાઇ સેવક બનાવી દીધા છે. વહીવટ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનું શાસન છે. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા. ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. વેબસાઇટ પરથી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી લેવાઇ છે. તો સુરત પાસે સંમેલનમાં 136 ઘર મંદિરમાં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકાશે.